એસ્સાર ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શને સર્વોચ્ચ નાણાંકીય આવક હાંસલ કરી
એસ્સાર ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શનો નાણાંકીય વર્ષ 2023માં રૂ. 335 કરોડનો વિક્રમી ચોખ્ખો નફો નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 58% વધ્યો
મુંબઈ, 31 જુલાઈ, 2023: ભારતની સૌથી મોટી ઈએન્ડપી કંપનીઓમાંની એક અને બિનપરંપરાગત હાઈડ્રોકાર્બન સ્પેસમાં અગ્રણી એસ્સાર ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડે (ઈઓજીઈપીએલ) આજે 31 માર્ચ 2023ના રોજ પૂરા થતા વર્ષ માટે રૂ. 335 કરોડના વિક્રમી ચોખ્ખા નફાની જાહેરાત કરી છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2023માં રૂ. 900 કરોડની તેની સૌથી વધુ નાણાંકીય આવક નોંધાવી છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ 1.8 ગણી વૃદ્ધિનો અંદાજ મૂકે છે. કંપનીનો ચોખ્ખો નફો 1.6 ગણો વધ્યો છે અને એબિટા વાર્ષિક ધોરણે 205%થી વધીને આશરે રૂ. 700 થઈ છે. એબિટા માર્જિનમાં લગભગ 3,100 બેસિસ પોઈન્ટ્સનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો, જે ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો અને આંતરિક વપરાશને કારણે 77% સુધી પહોંચ્યો હતો.
નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ રૂ. 83 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. કંપનીએ રૂ. 190 કરોડની આવક હાંસલ કરી હતી, જે વાર્ષિક ધોરણે 23%થી વધુ વૃદ્ધિ દર્શાવે છે. એબિટા પણ વાર્ષિક ધોરણે 150% વધીને રૂ. 140 કરોડ સુધી પહોંચી ગઈ છે.
વિગતો | નાણાંકીય વર્ષ 2022 | નાણાંકીય વર્ષ 2023 | વાર્ષિક ધોરણે |
આવક | 497 | 900 | 81% |
એબિટા | 229 | 700 | 205% |
એબિટા માર્જિન % | 46% | 77% | 31% |
ચોખ્ખો નફો* | 212 | 335 | 58% |
કામગીરી અંગે ટિપ્પણી કરતા, ઈઓજીઈપીએલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પંકજ કાલરાએ જણાવ્યું હતું કે, “અમારી ટીમ સતત તેના અંદાજોથી આગળ વધી રહી છે. ગેસ ઉત્પાદનમાં વધારો કરીને તથા નોંધપાત્ર રીતે આંતરિક વપરાશને ઓપ્ટિમાઇઝ કરીને તેમજ ઘટાડીને દર વર્ષે મજબૂત ઓપરેટિંગ પરફોર્મન્સ આપી રહી છે. કંપની ફીલ્ડ અપગ્રેડેશનની મહત્વની પ્રાથમિકતાઓ, નવી ટેક્નોલોજી લાવીને ઉત્પાદનમાં વધારો કરવા તથા ખર્ચને ઓપ્ટિમાઈઝ કરવા માટે પ્રતિબદ્ધ છે.”
ઈઓજીઈપીએલ તથા એસ્સાર કેપિટલના ડિરેક્ટર શ્રી પ્રશાંત રૂઈયાએ જણાવ્યું હતું કે, “કંપની આગામી દાયકા સુધીમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ગેસ આધારિત અર્થતંત્ર બનવાના ભારતના મિશનમાં ભાગ લેવાનું લક્ષ્ય ધરાવે છે. ઈઓજીઈપીએલે સસ્તી કિંમતે તેના ગેસ ઉત્પાદનમાં વધારો કરીને તેની આસપાસના ઉદ્યોગોને કિફાયતી ભાવે વૈકલ્પિક સ્વચ્છ ઇંધણ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.”
ઈઓજીઈપીએલ આગામી 18થી 24 મહિનામાં વધુ 200 કૂવા ડ્રિલ કરવા માટે રૂ. 2,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપની હાલમાં દેશના કુલ સીબીએમ ઉત્પાદનમાં લગભગ 65% યોગદાન આપી રહી છે, જે વધારાના કૂવાના ડ્રિલિંગ પછી 90% સુધી જવાની સંભાવના છે. કંપની આગામી 5 વર્ષમાં ભારતના કુલ ગેસ ઉત્પાદનમાં 5% યોગદાન આપવા પ્રયત્નશીલ છે.
ઈઓજીઈપીએલે તેના ગેસનું ઉત્પાદન બમણું કરીને 0.84 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ (mmscmd) પર મજબૂત ઓપરેશનલ પરફોર્મન્સ આપ્યું છે અને 100% ગેસની ઉપલબ્ધતા સાથે ઊર્જા ગંગા પાઈપલાઈન ચાલુ કર્યા પછી વૈશ્વિક ગેસના ભાવમાં સતત વધારાને કારણે વધુ ઉત્સાહિત છે. ઈઓજીઈપીએલ હાલમાં બ્લોકમાં 350 કૂવાનું સંચાલન કરી રહ્યું છે અને હાલના કૂવામાંથી ગેસનું ઉત્પાદન વધારવા માટે રિ-ફ્રેક્સ અને ક્લોઝ મોનિટરિંગ સહિતની વિશ્વસ્તરીય ટેકનોલોજી અને સ્ટીમ્યુલેશન ટેક્નિક્સ અપનાવીને વેલ રિવાઈવલનો વ્યવસ્થિત અભિગમ અપનાવ્યો છે.
કંપની હાલમાં રાજ્યની તિજોરીમાં વાર્ષિક રૂ. 150 કરોડનું યોગદાન આપી રહી છે જે રાણીગંજમાંથી સીબીએમનું ઉત્પાદન વધ્યા પછી રૂ. 300 કરોડ સુધી જવાની શક્યતા છે. કંપનીએ આ ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે તબક્કાવાર વૃદ્ધિ કાર્યક્રમ શરૂ કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સર્વિસ
પ્રોવાઈડર્સ અને ટેક્નિકલ કન્સલ્ટન્સ્ટને જોડ્યા છે. આ કાર્યક્રમમાં નવા ડાયરેક્શનલ અને હોરિઝોન્ટલ વેલનું શારકામ અને રાણીગંજ બ્લોકના ડીપર સીબીએમ વિસ્તારનો ઝડપી વિકાસનો સમાવેશ થાય છે.
ઈઓજીઈપીએલે ઉદ્યોગમાં કાર્યક્ષમતા વધારવા અને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના હેતુથી ઓઇલ અને ગેસ ફિલ્ડમાં ડિજિટલાઇઝેશન અને રિમોટ ઓપરેશન્સ માટે મેસર્સ સેન્સિયા સાથે ભાગીદારી કરી છે. ઈઓજીઈપીએલે કોલ બેડ મિથેન (સીબીએમ) ઉત્પાદનને વધારવા માટે માઇક્રોબાયલ ઈસીબીએમ ટેક્નોલોજીમાં રોકાણની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ ઊર્જા ક્ષેત્રમાં કાર્યક્ષમતા અને એક્સટ્રેક્શન માટે ઈનોવેટિવ સોલ્યુશન્સનો લાભ લેવાનો હતો.
ઈઓજીઈપીએલે આગામી વર્ષોમાં તેના સીબીએમ રિઝર્વ બેઝને બમણો કરવા અને બ્લોકમાંથી 3 MMSCMD સુધી ઉત્પાદન વધારવા માટે સ્પષ્ટ રોડમેપ સાથે બિનપરંપરાગત ક્ષેત્રમાં અગ્રેસર રહેવા માટે મજબૂત ગતિ જાળવી રાખી છે. કંપની નવી સીમાઓ ખોલવા તરફ પણ કામ કરી રહી છે, જેમાંથી એક શેલ ગેસ એક્સ્પ્લોરેશન છે જે કંપનીને આ પ્રદેશમાં સૌથી મોટા બિનપરંપરાગત હાઇડ્રોકાર્બન પ્લેયર તરીકે તેની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરશે.
Sensex at Record High : શેરબજાર નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સ પ્રથમ વખત 80,000ને પાર કરવામાં સફળ રહ્યો. HDFC બેંકે પણ નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે.
કેસ્ટ્રોલ ઈન્ડિયાના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વધારો વોલ્યુમ સાથે જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ કે આ સ્ટોક અત્યારે ખરીદવો જોઈએ કે નહીં.
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે મંગળવારે કહ્યું હતું કે તેણે જાહેર ભરણા માટે પ્રારંભિક શેર-સેલ ઓફરના એક દિવસ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં છે.