મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધારે ભાર મૂક્યો : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે જગ્યાએ નારીનું માન, સન્માન અને ગૌરવ સચવાય, તે જગ્યાની પ્રગતિ નિશ્ચિત છે, એટલે જ ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રેસર છે. સાથે જ ગુજરાતની મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે રાજ્ય સહિત દેશનું નામ રોશન કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GNLU-ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની આંગણવાડીઓની બહેનોને ગણવેશ વિતરણ કર્યું હતું. આ સાથે જ તેમણે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની ૪૨ રેસ્કયું વાનનું પણ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહિલાલક્ષી ૩૩૨ યોજનાઓની મહિતી આપતી પુસ્તિકા, મિલેટ રેસીપીની પુસ્તક ‘શ્રી અન્ન’
તથા સ્ટેટ જેન્ડર ઈન્ડેક્ષ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા સશક્તીકરણ પર બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ
“સક્ષમ નારી” અને “સતર્કતા”નું પણ મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મહિલાઓની
સમસ્યાઓનો અંત લાવવા મહિલા સશક્તીકરણ માટેના નવા અધ્યાયની શરૂઆત કરી અને મહિલા તેમજ બાળકોના કલ્યાણ માટે અલગ વિભાગની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનશ્રીએ રાજ્યમાં દીકરીના જન્મથી લઇ તેની વૃદ્ધા અવસ્થા સુધીની ચિંતા કરી છે અને આ સમયગાળા દરમિયાન તેમને પડતી મુશ્કેલી માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરાવી છે, જેનો આજે રાજ્યભરની મહિલાઓને લાભ મળી રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના મહિલા સશક્તીકરણના આ સંકલ્પને અમારી ટીમ ગુજરાત ખૂબ જ સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. મહિલા અને બાળ કલ્યાણ ઉપરાંત ગુજરાતે આજે દરેક ક્ષેત્રે ઉદાહરણરૂપ કામગીરી કરી છે જેના પરિણામે આજે આપણું ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. આજે ગુજરાતના ખૂણે-ખૂણે અને છેવાડાના નાનામાં નાના ગામડાઓ સુધી ધંધા-રોજગાર, સ્વાસ્થ્ય સેવાઓ અને શિક્ષણ સહિતની તમામ જરૂરી સુવિધાઓનો વિકાસ થયો છે. આજે ગુજરાતના ગામડાઓમાં પણ
મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલો જોવા મળે છે, જેનો લાભ જરૂરિયાતમંદ નાગરિકોને ઘર આંગણે મળી રહ્યો છે.
એક પરિવાર ઉપર જ્યારે કોઇપણ સંકટ આવે ત્યારે તેમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો મહિલાઓને કરવો પડતો હોય છે, તેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, મહિલાઓની આવી તમામ મુશ્કેલીના નિવારણ માટે વડાપ્રધાનશ્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધારે ભાર મૂક્યો છે. મહિલાઓ શિક્ષિત થશે તો આર્થિક રીતે સ્વનિર્ભર બની શકશે. સ્વાસ્થ્ય માટે પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરુ
થયેલી PMJAY-MA યોજના થકી આજે રાજ્યના અનેક પરિવારોના આર્થિક બોજા ઘટ્યા છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.