ગૌતમ અદાણી અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે, ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કહી આ વાત
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે અમેરિકામાં ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં $10 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન આપતા તેમણે લખ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન! જેમ જેમ ભારત અને યુએસ વચ્ચેની ભાગીદારી ઊંડી થતી જાય છે તેમ, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારો ટાર્ગેટ આના દ્વારા 15,000 નોકરીઓનું સર્જન કરવાનો છે જો કે, તેમણે અમેરિકામાં શરૂ થનારા પ્રોજેક્ટ્સ વિશે વિગતવાર માહિતી આપી ન હતી.
ભારતીય શેરબજારો બુધવારે નાતાલની રજા માટે ઘણા અન્ય મુખ્ય એશિયન બજારોની જેમ બંધ રહ્યા હતા. જોકે, કેટલાક પ્રાદેશિક બજારો મિશ્ર વલણ દર્શાવે છે
બોમ્બે હાઈકોર્ટે 87A ટેક્સ છૂટ મામલે મોટો નિર્ણય લીધો છે. ઘણા કરદાતાઓએ 5 જુલાઈ, 2024 પછી આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ફાઈલ કર્યું છે. તેને હજુ સુધી 87A કર મુક્તિનો લાભ મળ્યો નથી.
Ola Grocery Launched: ઓલાએ દેશભરમાં ઓલા ગ્રોસરી સર્વિસ શરૂ કરી છે. નવીનતમ સેવા 10 મિનિટમાં તમારા ઘરે આવશ્યક કરિયાણા પહોંચાડશે. ઓલાની નવી ડિલિવરી સેવાનું આગમન ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ માટે પડકાર વધારશે, કારણ કે તેઓ 10 મિનિટ ડિલિવરી સેવા સેગમેન્ટમાં પણ કામ કરે છે.