ગ્લોબલ ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ TBO.comમાં જનરલ એટલાન્ટીક લઘુમતી હિસ્સો હસ્તગત કરશે
વિશ્વની અગ્રણી ઈન્વેસ્ટર જનરલ એટલાન્ટીક (“જીએ”)એ ટીબીઓ ટેક લિમિટેડ (“ટીબીઓ” અથવા “કંપની”)માં લઘુમતી હિસ્સો હસ્તગત કરવા માટે અફર્મા કેપિટલની એન્ટીટીઝ સાથે એક સમજૂતી કરી છે. એફર્મા કેપિટલ આ સમજૂતી બાદ કંપનીમાં રોકાણને આગળ પણ જાળવી રાખશે.
વિશ્વની અગ્રણી ઈન્વેસ્ટર જનરલ એટલાન્ટીક (“જીએ”)એ ટીબીઓ ટેક લિમિટેડ (“ટીબીઓ” અથવા “કંપની”)માં લઘુમતી હિસ્સો હસ્તગત કરવા માટે અફર્મા કેપિટલની એન્ટીટીઝ સાથે એક સમજૂતી કરી છે. એફર્મા કેપિટલ આ સમજૂતી બાદ કંપનીમાં રોકાણને આગળ પણ જાળવી રાખશે.
વર્ષ 2006માં સ્થપાયેલી ટીબીઓ નાણાકીય વર્ષ 2023 માટે ગ્રોસ ટ્રાન્ઝેક્શન વેલ્યુ (“જીટીવી”) માં 2.73 બિલિયન ડોલર સાથે ગ્લોબલ ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ છે અને 30મી જૂન 2023 પ્રમાણે 100 કરતાં વધારે દેશોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે. ટીબીઓ હોટેલ્સ, એરલાઈન્સ, કાર રેન્ટલ્સ, ટ્રાન્સફર્સ, ઈન્સ્યોરન્સ સુવિધા પૂરી પાડનારા, ક્રુઝીસ, રેઈલ તથા અન્ય વેન્ડર્સ (“સપ્લાયર્સ”); ટ્રાવેલ એજન્સીઓ સહિત છૂટક ખરીદદારો અને સ્વતંત્ર ટ્રાવેલ એડવાઈઝર્સ; અને એન્ટરપ્રાઈસ બાયર્સ જેમ કે ટુર ઓપરેટર્સ, ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓ, ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓ તથા સુપર એપ્સ (એકસાથે, “ખરીદદારો”)ને દ્વિ-બાજુના ટેકનોલોજી પ્લેટફોર્મ મારફતે ટ્રાવેલ સપ્લાયર્સના કારોબારને વધુ સરળ બનાવે છે. જેના મારફતે સપ્લાયર્સ તથા ખરીદદારો એમ બન્ને બાજુએ મુક્તપણે અને સરળતાથી કામ કરી શકે છે.
ટીબીઓ માર્કેટ ઈન્વેન્ટરીને વિશાળ તથા નાના-નાના આધાર પર પરવાનગી આપે છે અને વિશાળ અને નાના પ્રમાણમાં ખરીદદારના આધારે સમાન રીતે કિંમતો નિર્ધારીત કરે છે. ખરીદદારો માટે ટીબીઓનું પ્લેટફોર્મ એકીકૃત છે, બહુવિધ-કલણ તથા બહુવિધ-ભાષા માટે વન-સ્ટોપ સોલ્યુશન છે,જે ખરીદદારોને દુનિયાભરમાં રહેલા સ્થળો અને વિવિધ ટ્રાવેલ સેગમેન્ટમાં યોગ્ય શોધ કરવામાં તથા ટ્રાવેલ બૂક કરવામાં મદદરૂપ બને છે. કંપનીના આ પ્લેટફોર્મ પર 700થી વધારે એરલાઈન્સ તથા 1 મિલિયનથી વધારે હોટેલ્સની ગ્લોબલ ટ્રાવેલ ઈન્વેન્ટરીમાં ખરીદદારો 40 હજારથી વધારે વાર્ષિક વ્યવહારો ખરીદદારો દ્વારા કરવામાં આવે છે.
વસ્તીમાં થઈ રહેલી આમૂલ તબદિલી, ખર્ચપાત્ર આવકોમાં થઈ રહેલો વધારો, તથા ઉભરતા અર્થતંત્રોમાંથી સતત વધી રહેલી સહભાગીતા સાથે વિવિધ પ્રાથમિકતાઓને પૂરી કરવા તેમ જ કોવિડ-19 મહામારી બાદ જે નોંધપાત્ર સુધારાનો અનુભવ થયો છે તેના માટે ગ્લોબલ ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી વિકસિત કરવામાં આવેલ છે. ટ્રાવેલ વેલ્યુ ચેઈનમાં પોતાની છેવટની સર્વગ્રાહી ઓફર સાથે ટીબીઓ ટ્રાવેલના વિકસિત થઈ રહેલા સ્થળોને મૂડીભંડોળ પૂરું પાડવા તથા ટ્રાવેલ સપ્લાયર્સ અને ખરીદદારોને વૈશ્વિકસ્તરે પસંદગીના ભાગીદાર તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરી છે.
“ટીબીઓના ગૌરવ, અંકુશ અને સમગ્ર ટીબીઓ ટીમ સતત વૃદ્ધિ પામી રહેલા અને નોંધપાત્ર વૈવિદ્યસભર થઈ રહેલા ટ્રાવેલર એન્વાયરનમેન્ટમાં ટ્રાવેલ સેલ્સને વધુ સરળ બનાવવા માટેના સ્પષ્ટ અભિયાનને વેગ આપી રહ્યા છે. પોતાના સપ્લાયર્સ તથા ખરીદદારોને સંશોધન, વિશ્વાસ, પેમેન્ટ્સ તથા સર્વિસિસ પાડી શકાય તે માટે ખાસ ટેકનોલોજી પ્લેટફોર્મનું નિર્માણ કરવા પર તેઓ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. વૈશ્વિક વિસ્તરણને લગતી વ્યાપક તકો સહિત ટીબીઓ માટે આગળનો માર્ગ વ્યાપક સંભાવના ધરાવતા હોવાનું અમે જોઈ રહ્યા છીએ તથા વૈશ્વિક સ્તરે ટ્રાવેલને વધારે સક્ષમ કરવામાં મદદરૂપ બનવા કંપની સાથે ભાગીદાર બનતા અમે ખુબ જ ખુશ છીએ”, તેમ જનરલ એટલાન્ટીક ખાતે મેનેજીંગ ડિરેક્ટર તથા ભારત ખાતેના વડા શાંતનુ રસ્તોગીએ જણાવ્યું હતું.
ગઈકાલે BSE સેન્સેક્સ ૮૦૫.૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫,૮૧૧.૮૬ પોઈન્ટ પર ખુલ્યો અને નિફ્ટી ૧૮૨.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૧૫૦.૩૦ પોઈન્ટ પર ખુલ્યો.
પોસ્ટ ઓફિસ MIS એક એવી યોજના છે જેમાં તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવાનું હોય છે એટલે કે એકમ રકમ અને વ્યાજના પૈસા દર મહિને તમારા ખાતામાં આવતા રહે છે. આ પોસ્ટ ઓફિસ યોજનામાં, તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલી શકો છો. MIS યોજનામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
અમેરિકા દ્વારા તબીબી ઉપકરણોની નિકાસ પર 27% ટેરિફ લાદવાથી આ ક્ષેત્રના વિકાસ માટે પડકારો ઉભા થઈ શકે છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની અમેરિકામાં તબીબી સાધનોની નિકાસ 714.38 મિલિયન યુએસ ડોલર હતી.