ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના સાથે 'દેશ કી તિજોરી' કેમ્પેઈન લોન્ચ કર્યું
બ્રાન્ડનું નવીનતમ કેમ્પેઈન 1902થી ગોદરેજે બનાવેલા આઇકોનિક સેફ અથવા લોકર્સ તરફ ધ્યાન દોરે છે. કેમ્પેઈનના ભાગ રૂપે, અંદરના ભાગે ઈન્ટિગ્રેટેડ સ્માર્ટ હોમ સાથે હોમ લોકરના જેવી ડિઝાઇન કરાયેલી વાન 100 દિવસથી ઓછા સમયમાં ભારતના 100 શહેરોમાં પ્રવાસ કરશે.
મુંબઈ : ભારતમાં ‘તિજોરી’ની સમાનાર્થી ગણાતી ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે આજે બોલિવૂડ સ્ટાર અને બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના સાથે તેમના નવીનતમ કેમ્પેઈન ‘દેશ કી તિજોરી’ લોન્ચ કર્યું હતું. બ્રાન્ડ કે જે ગોદરેજ ગ્રુપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસનું બિઝનેસ યુનિટ છે, તેના પ્લેટફોર્મ સિક્યોર 4.0 દ્વારા નવીનતાઓ અને ટેક સક્ષમ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન જણાવે છે કે કેવી રીતે 1902માં ગોદરેજ દ્વારા ભારતમાં બનાવેલ પ્રથમ લોકર નવીનતમ ડિજિટલ લોકર્સ સુધી, આ પ્રોડક્ટ ભારતના ઘરોમાં અનેરું સ્થાન મેળવી ચૂકી છે. ગોદરેજ સિક્યોરિટી સોલ્યુસન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું કે કેવી રીતે આજના વિકસતા સમયમાં, જ્યાં એસ્થેટિક્સ અને ઘરની સજાવટ ઘરના માલિકો દ્વારા ઘણી વખત કેન્દ્રસ્થાને હોય છે, ત્યારે કોઈ અઘટિત ઘટના બને તેની પહેલા જ ગ્રાહકોને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા જરૂરી છે. તે ઉપરાંત, જેમ જેમ સ્માર્ટ હોમ ડિવાઈસનો ટ્રેન્ડ ચાલુ રહે છે, તે જરૂરી છે કે હોમ સિક્યોરિટી બ્રાન્ડ્સ પણ સ્માર્ટ હોમ ટેક્નોલોજી સાથે સક્ષમ હોય, કારણ કે આજે ગ્રાહકો વધુ ટેક-ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ પસંદ કરી રહ્યા છે.
વાનની અંદર ડિઝાઇન કરાયેલું સ્માર્ટ હોમ હોમ સિક્યોરિટી લોકર, વીડિયો ડોર ફોન, હોમ સિક્યોરિટી કેમેરા અને સીસીટીવી કેમેરા સુધીની સ્માર્ટ હોમ સિક્યોરિટી પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જનું પ્રદર્શન કરે છે. વેનની અંદરનું સ્માર્ટ હોમ એક શક્તિશાળી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જેનો ઉદ્દેશ્ય ઘરના માલિકોને સ્માર્ટ હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ અપનાવવા અને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા અને માર્ગદર્શન આપવાનો છે.
ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે: “એક બ્રાન્ડ તરીકે તેણે માત્ર ભારતીય ઘરોને જ નહીં, પરંતુ બેન્કિંગ, જ્વેલરી, હોસ્પિટાલિટી અને ઘણા મુખ્ય ક્ષેત્રોની સુરક્ષામાં પણ ફાળો આપ્યો છે. અમે સિક્યોર 4.0 અમ્બ્રેલા હેઠળ લોન્ચ કરી રહ્યા છીએ તે અમારા ઇનોવેશન્સના પ્રતિભાવમાં હકારાત્મક પ્રતિસાદ જોઈને મને આનંદ થાય છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.