વડોદરા જિલ્લામાં ૨જી ઓક્ટોબર થી તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન
ગ્રામ વિકાસ, આરોગ્ય તથા મહિલા અને બાળવિકાસને લગતી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
વડોદરા: રાજ્યભરમાં તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ તમામ ગ્રામ પંચાયતોમાં સબકી યોજના સબકા વિકાસ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ સભાઓ આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં પણ તમામ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા સહિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાનાર છે.
સબકી યોજના સબકા વિકાસ કાર્યક્રમ અન્વયે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રામાં ગ્રામજનો સહભાગી બને અને માતૃભૂમિનું ઋણ અદા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ સભાઓમાં ગ્રામ વિકાસ સાથે સંકળાયેલ યોજનાઓ અને ટીબી મુકત ભારત અંતર્ગત કાર્યોની સમીક્ષા તથા જાગૃતિ કાર્યક્રમો યોજાનાર છે. વધુમાં મહિલા તથા બાળ સભાઓનું આયોજન કરીને આંદોલનના ભાગરૂપે બાળકો તથા સગર્ભા માતા, ધાત્રીમાતા તથા કિશોરીઓ પોષણ સ્તર ઊંચું લાવવા માટે સ્થાનિક કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ હેઠળ દરેક ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું સુચારુ આયોજન થાય તે દરેક તાલુકામાં નોડલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. ગ્રામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં મહત્તમ લોકો ગ્રામસભામાં ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.