માનનીય રેલ રાજ્યમંત્રી રવનીત સિંહે અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝન ની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર યાત્રી સુવિધાઓ અને સ્ટેશન પુનઃવિકાસના કાર્યોની સમીક્ષા કરી અને તેમણે મુસાફરો સાથે વાતચીત કરીને તેમની જરૂરિયાતો અને સૂચનો પણ સાંભળ્યા.
માનનીય મંત્રી શ્રી એ વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ ના કર્યો સહીત અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા વિવિધ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી, તેમણે અમદાવાદ સ્ટેશન પર NHSRCL સ્ટેશનના કામોની પ્રગતિનું પણ નિરીક્ષણ કર્યું. ઉપરાંત, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFCCIL) સાબરમતી સ્થિત ઓપરેશન કમાન્ડ સેન્ટરની મુલાકાત લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમણે કમાન્ડ સેન્ટરના સંચાલનની ઝીણવટભરી બાબતો સમજી અને તેના અસરકારક અમલીકરણની પ્રશંસા કરી.
પાલનપુર સ્ટેશન પર માનનીય પૂર્વ સાંસદ બનાસકાંઠા શ્રી પરબતભાઈ પટેલ ની સાથે સૌજન્ય મુલાકાત કરી અને સ્ટેશન પર યાત્રી સુવિધાઓની સમીક્ષા કરી. ગાંધીનગર કેપિટલ સ્ટેશનના સંપૂર્ણ નિરીક્ષણ દરમિયાન, ત્યાં સ્થાપિત સ્ટેશન મોડેલનું અવલોકન કર્યું અને મુસાફરો સાથે વાતચીત કરી.
આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી સાથે અમદાવાદ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા, ચીફ પ્રોજેક્ટ મેનેજર (DFC) શ્રી મનીષ અવસ્થી, ચીફ પ્રોજેક્ટ મેનેજર (RLDA) શ્રી સંજીવ કુમાર, હાઇ સ્પીડ રેલના વરિષ્ઠ અધિકારીઓ, અમદાવાદ ડિવિઝનના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને રેલ્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ. (SEIPL) દ્વારા CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન સમારંભ આજે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે યોજાયું.
ફેક્ટરીમાં ડિટર્જન્ટ, વોશિંગ પાવડર અને સાબુનું ઉત્પાદન થતું હતું. આ માટે વપરાતા એરંડા અને પાઈન તેલના બેરલમાં પણ આગ લાગી અને વિસ્ફોટ થયો. અમિત દવેએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એક ફાયરમેન ઘાયલ થયો હતો.