હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ પશ્ચિમ ભારતમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ આજે ભારતના વાઇબ્રન્ટ અને વૈવિધ્યસભર પશ્ચિમી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નની જાહેરાત કરી છે. સતત નવા બેન્ચમાર્ક સેટ કરતાં એચએમએસઆઇએ 15 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કરીને આ ક્ષેત્રમાં સંભવિત ટુ-વ્હીલર ગ્રાહકો માટે વિશ્વસનીય અને પસંદગીના વિકલ્પ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
મુંબઈ : હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઇ)એ આજે ભારતના વાઇબ્રન્ટ અને વૈવિધ્યસભર પશ્ચિમી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નની જાહેરાત કરી છે. સતત નવા બેન્ચમાર્ક સેટ કરતાં એચએમએસઆઇએ 15 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કરીને આ ક્ષેત્રમાં સંભવિત ટુ-વ્હીલર ગ્રાહકો માટે વિશ્વસનીય અને પસંદગીના વિકલ્પ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
એચએમએસઆઈને પશ્ચિમી બજારમાં પ્રથમ 10 મિલિયન ગ્રાહકો ઉમેરવામાં 17 વર્ષથી વધુનો સમય લાગ્યો છે, જેમાં ત્રણ રાજ્યો - ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાનો સમાવેશ થાય છે. તેણે માત્ર 6 વર્ષથી ઓછા સમયમાં છેલ્લા 5 મિલિયન ગ્રાહકો મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટચપોઇન્ટ્સની વધેલી સંખ્યા, રેડવિંગ અને બિગવિંગ બંને પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ, વિશ્વસનીય ગ્રાહક સેવા અને વિસ્તૃત ગ્રાહક જોડાણને કારણે ગ્રાહકોનો પ્રેમ અને વિશ્વાસ ઝડપથી વધ્યો છે.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર યોગેશ માથુરે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “વર્ષોથી એચએમએસઆઇએ પશ્ચિમ ભારતમાં મજબૂત ઉપસ્થિતિ સ્થાપિત કરી છે, જે તેના ડીલરશીપ, સર્વિસ સેન્ટરના નેટવર્કને આભારી છે. કંપનીની મોટરસાયકલ અને સ્કૂટરની વૈવિધ્યસભર શ્રેણી આ પ્રદેશના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો અને પસંદગીઓને પૂર્ણ કરે છે. પશ્ચિમ ભારતમાં 15 મિલિયન ગ્રાહકોનું સીમાચિહ્ન પાર કરવું એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે તેમજ હોન્ડા બ્રાન્ડ પ્રત્યે લોકોના વિશ્વાસ અને પ્રેમથી અમને આનંદ છે.”
ગ્રાહકોની વધતી જતી પર્સનલ મોબિલિટીની જરૂરિયાતોને પૂર્ણ કરતાં એચએમએસઆઇ આ રાજ્યોમાં મજબૂત 49 ટકા બજાર હિસ્સા સાથે સ્કૂટરાઇઝેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. હોન્ડા એક્ટિવા પ્રદેશમાં સૌથી વધુ વેચાણ ધરાવતું મોડલ છે. કંપની પશ્ચિમ ક્ષેત્રના ટુ-વ્હીલર માર્કેટમાં (સ્કૂટર અને મોટરસાયકલ બંને સહિત) 36.4 ટકાનો એકંદર બજાર હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રાહકો હવે ટેક-સેવી બની રહ્યા છે અને વાહનોની બુકિંગ અને ખરીદી માટે ઓનલાઈન પૂછપરછ કરી રહ્યા છે. એચએમએસઆઇએ તેની ડીલરશીપમાં એક સાથે ઉન્નત અનુભવ સુનિશ્ચિત કરવા સાથે ગ્રાહકોની આકાંક્ષાઓને પહોંચી વળવા તેના ડિજિટલ માર્કેટિંગ પ્રયાસોને વેગ આપ્યો છે.
એચએમએસઆઇ 1100 ટચપોઇન્ટ્સના વિશાળ નેટવર્ક સાથે પશ્ચિમના રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે. ગ્રાહકોને સવારીનો આનંદ પૂરો પાડતી હોન્ડાના સ્કૂટરની વિવિધ શ્રેણીમાં એક્ટિવા+સ્પેશિયલ એડિશન, એક્ટિવા 125, ડિઓ+રેપ્સોલ એડિશન અને ડિઓ 125 તથા શાઇન 100, સીડી 110 ડ્રીમ ડીલક્સ, લિવો, શાઇન+એસપી 125, યુનિકોર્ન, એસપી 160, હોર્નેટ 2.0+ રેપસોલ એડિશન અને સીબી200એક્સ જેવી મોટરસાઇકલ સામેલ છે, જે રેડવિંગ આઉટલેટ્સ ખાતે ઉપલબ્ધ છે.
આજ પ્રકારે હોન્ડાની પ્રીમિયમ મોટરસાઇકલ્સ વિશિષ્ટ રીતે બિગવિંગ ટોપલાઇન (300cc - 1800cc) દ્વારા ટોચના મહાનગરોમાં અને બિગવિંગ (300cc - 500cc મધ્યમ કદની મોટરસાઇકલ) અન્ય ડિમાન્ડ સેન્ટરમાં ઉપલબ્ધ છે. કંપનીની બિગવિંગ પ્રોડક્ટ રેન્જમાં CB300F, CB350, H’ness CB350, CB350RS, CB300R, CB650R, CBR650R, XL750 Transalp, CBR 1000RR-R ફાયરબ્લેડ, આફ્રિકા ટ્વીન અને ગોલ્ડ વિંગ ટૂરનો સમાવેશ થાય છે.
ડિસેમ્બરમાં શરૂ થયેલ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નવા વર્ષમાં પણ અટક્યો નથી. નવા વર્ષના પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે.
સોમવારે પણ ટાટા મોટર્સના શેરમાં 2.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 5 મહિનામાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1.65 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. એક સમયે કંપની વેલ્યુએશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઓટો કંપની બની ગઈ હતી.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સોમવારે અદાણી વિલ્મર લિમિટેડમાં તેના 44 ટકા હિસ્સામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની જાહેરાત કરી હતી. અદાણી બે તબક્કામાં બિઝનેસમાંથી બહાર થઈ જશે. આ ડીલથી અદાણી ગ્રુપને $2 બિલિયન મળવાની ધારણા છે.