ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં એઆરઆરસી 2023ની પ્રથમ રેસમાં સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરી
ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં 2023 એફઆઇએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશીપ (ARRC)માં એક્શન પેક્ડ રાઉન્ડ રજૂ કર્યો
ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં 2023 એફઆઇએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશીપ (ARRC)માં એક્શન પેક્ડ રાઉન્ડ રજૂ કર્યો હતો. જાપાનમાં સ્પોર્ટ્સલેન્ડ સ્યુગો સર્કિટ ખાતે પ્રતિકૂળ હવામાનની સ્થિતિ સાથે તીવ્ર સ્પર્ધાને કારણે આજની એશિયા પ્રોડક્શન 250સીસી (એપી250સીસી)માં પ઼ડકાર વધુ મોટો હતો.
આ રેસમાં ભારતીય ટીમના એકમાત્ર રાઇડર કેવિન સમર ક્વિંટલે રેસટ્રેક ઉપર સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવાની સાથે-સાથે સર્કિટ ઉપર તેમના કૌશલ્ય પણ પ્રદર્શિત કર્યાં હતાં તથા એકંદર ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગ્સમાં મૂલ્યવાન પોઇન્ટ્સ માટે સ્પર્ધા કરી હતી. ચેન્નઇના આ યુવાને શાંત રહીને ગતિ જાળવી રાખતાં કુલ 20’52.959ના લેપ ટાઇમમાં 18માં ક્રમે રેસ પૂર્ણ કરી હતી, જેમાં તેમનો બેસ્ટ લેપ રેકોર્ડ 1’42.481 હતો. આજની શરૂઆતમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં કેવિને પ્રભાવશાળી 1’42.002 લેપ ટાઇમ મેળવ્યો હતો.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર યોગેશ માથુરે કહ્યું હતું કે, “અમે જાપાનમાં એશિયન રોડ રેસિંગ ચેમ્પિયનશીપના રાઉન્ડ 3માં કેવિન ક્વિંટલના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. આ સ્પર્ધા તીવ્ર હતી અને સર્કિટમાં ટ્રેકની સ્થિતિ પણ પડકારજનક હતી. તેમણે મૂશ્કેલ સંજોગો અને આકરી સ્પર્ધા વચ્ચે પણ કટીબદ્ધતા અને ખેલભાવના પ્રદર્શિત કરી છે.
આજનું પ્રદર્શન અમારી અપેક્ષા મૂજબનું રહ્યું નથી અને તે અમારી ટીમ માટે મૂલ્યવાન અનુભવ બની રહેશે. અમે તેમાંથી પ્રેરણા લઇને આવતીકાલે અમારી રેસમાં સુધારો કરીશું.” ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયાના રાઇડર કેવિન ક્વિંટલે કહ્યું હતું કે, “જાપાનમાં એશિયન રોડ રેસિંગ ચેમ્પિયનશીપના રાઉન્ડ 3માં પૂરતો પ્રયાસ કરવા છતાં હું મારા પ્રદર્શનથી સંતુષ્ટ નથી.
આ સ્પર્ધા ખૂબજ પડકારજનક સાબિત થઇ છે. જોકે, મેં ધ્યાન કેન્દ્રિત કરીને 18મો ક્રમ મેળવ્યો છે. હું HMSI ટીમનો સપોર્ટ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. આજનો અનુભવ મારા માટે મૂલ્યવાન શીખ છે અને હું આવતીકાલની રેસમાં સુધારો કરવાનો પ્રયાસ કરતાં મારી ટીમ માટે વધુપોઇન્ટ્સ મેળવવાનો પ્રયાસ કરીશ.” ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમ આવતીકાલે (રવિવાર, 25 જૂન)ના રોજ એશિયા-પ્રોડક્શન 250સીસી ક્લાસની રેસ 2માં સામેલ થશે, જે ભારતીય સમય મૂજબ સવારે 10.35 વાગે યોજાશે.
બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની સફર ચાઈના માસ્ટર્સ સુપર 750ના બીજા રાઉન્ડમાં સમાપ્ત થઈ. સિંધુને સિંગાપોરની ખેલાડી સામે ત્રણમાંથી 2 સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સામે 1-0થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે.
જેનિક સિનરે વર્ષનું તેનું આઠમું ટાઇટલ જીતીને અને તેની પ્રથમ વખતની નિટ્ટો એટીપી ફાઇનલ્સ ટ્રોફી જીતીને તેની 2024ની નોંધપાત્ર સિઝનને સમાપ્ત કરી. ઇટાલિયન સ્ટારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટેલર ફ્રિટ્ઝને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો