INDW vs ENGW: ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું અને ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી
દીપ્તિ શર્માની ઘાતક બોલિંગના દમ પર ભારતે મહિલા ટેસ્ટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી છે અને એકમાત્ર ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 347 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે.
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર મેચમાં ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 347 રનથી હરાવીને મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે. ભારતની જીતની હીરો દીપ્તિ શર્મા હતી જેણે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. ભારતે આ મેચ જીતવા માટે ઈંગ્લેન્ડને 478 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 131 રનમાં સમેટાઈ ગઈ હતી. વન-ઑફ ટેસ્ટના ત્રીજા દિવસના પહેલા સેશનમાં ભારતે ઈંગ્લેન્ડની તમામ 10 વિકેટ ઝડપી અને મેચ જીતી લીધી.
ભારતે મેચના પ્રથમ દાવમાં 428 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભા સતીશે 69 રન, રોડ્રિગ્સે 68 રન, યસ્તિકા ભાટિયાએ 66 રન અને દીપ્તિ શર્માએ 67 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 136 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં દીપ્તિ શર્માએ 5.3 ઓવરમાં 7 રન આપીને 5 વિકેટ લીધી હતી. ભારતે પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડ પર 292 રનની મોટી લીડ મેળવી હતી.
ભારત પાસે ઈંગ્લેન્ડને ફોલોઓન આપવાની તક હતી, પરંતુ ટીમે તેમ કર્યું ન હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ તેનો બીજો દાવ 6 વિકેટના નુકસાન પર 188 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. ત્રીજા દિવસે બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડ મેચ જીતીને ઈતિહાસ રચવા ઈચ્છતી હતી, પરંતુ ઈંગ્લેન્ડ એવું કરી શક્યું ન હતું. ભારતીય બોલરોએ ત્રીજા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું અને પહેલા જ સેશનમાં જ ઈંગ્લેન્ડની આખી ટીમને પેવેલિયન મોકલી દીધી. ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 27.3 ઓવરમાં માત્ર 131 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બીજી ઇનિંગમાં દીપ્તિ શર્માએ 4 અને પૂજા વસ્ત્રાકરે 3 વિકેટ ઝડપી હતી.
મહિલા ટેસ્ટમાં 300થી વધુ રનની જીતની આ બીજી વખત છે. આ પહેલા ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે હતો જેણે 1998માં પાકિસ્તાનને 309 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ભારતની આ પ્રથમ ટેસ્ટ જીત પણ છે.
ભારતે પ્રથમ દાવમાં ટોસ જીતીને બેટિંગ કરતા 428 રન બનાવ્યા હતા અને ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ ઈનિંગમાં આ બીજો સર્વોચ્ચ સ્કોર છે, જ્યારે ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં આ ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. આ મેચમાં ભારતે પ્રથમ દાવમાં 4.09ના રન રેટથી રન બનાવ્યા હતા અને મહિલા ટેસ્ટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું જ્યારે કોઈ ટીમ 4.09થી વધુના રન રેટથી રન બનાવવામાં સફળ રહી હતી.
MS Dhoni: ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. શું આ વર્ષની લીગ પછી ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? આવી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેસમાં 20 માર્ચ સુધીમાં પોતાનો ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપ્યો છે. ધનશ્રીને ૪.૭૫ કરોડ રૂપિયાનું ભરણપોષણ મળવાના સમાચાર. નવીનતમ અપડેટ્સ, કારણો અને પૂર્ણ કોર્ટ સુનાવણીની વિગતો અહીં વાંચો.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.