રાઘવજી પટેલના હસ્તે કુડાસણ - ગાંધીનગર ખાતે ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ
પહેલું સુખ તે જાતે નર્યાના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ-ગાંધીનગર ખાતે આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
પહેલું સુખ તે જાતે નર્યાના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ- ગાંધીનગર ખાતે આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલ ૧૦૦ ટકા ઓર્ગેનિક્સ સ્ટોરમાં ખાદ્ય તેલ, વિવિધ ગરમ મસાલા, મિલેટસ્, ડ્રાયફ્રૂટ્સ,ચોખા, કઠોળ, લોટ-આટો, ડેઈલી ઇટેબલ, સ્વીટનર્સ, જ્યુસ, શાકભાજી, ફળફળાદી, કોલ્ડ કોફી અને વિવિધ સલાડ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે,આજે ગાંધીનગરની સાથે અમદાવાદમાં કેશવબાગ, સેટેલાઈટ અને શેલા એમ ચાર સ્થાનો પર ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્રુપ દ્વારા આગામી એક વર્ષમાં ગુજરાત સહિત ભારતભરમાં ૩૦૦ જેટલા ઓર્ગેનિક્સ સ્ટોર શરૂ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
શુભારંભ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરની નવીન એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિહ ગોલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, સમાજ સેવક અને અંગદાનના પ્રેરક શ્રી દિલીપ દેશમુખ,ભાજપ અગ્રણી શ્રી કે. સી .પટેલ, કોર્પોરેટરશ્રીઓ,ગોકુલ ગ્રુપના એમ.ડી શ્રી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, સીઈઓ, સહિત મહાનુભાવો - ઉદ્યોગપતિઓઉપસ્થિત રહ્યા હતા.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.