ભારતના ડાકાર પાયોનિયર સીએસ સંતોષ, એન ગૌતમ અને ઉદય શંકરે બિગરોક મોટરસ્પોર્ટને હસ્તગત કરવા માટે સીએટ ISRL સાથે હાથ મિલાવ્યા
ભારતમાં મોટરસ્પોર્ટ્સ લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવા માટે સમર્પિત સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (આઈએસઆરએલ) તેની રેન્કમાં એક નવા પાવરહાઉસનું સ્વાગત કરે છે. ભારતના સૌથી કુશળ સુપરક્રોસ અને રેલી-રેઈડ ચેમ્પિયન સીએસ સંતોષ, તથા એન ગૌતમ અને ઉદય શંકરની આગેવાની હેઠળ બિગરોક મોટરસ્પોર્ટે આગામી સિઝન માટે ફ્રેન્ચાઇઝી ટીમ હસ્તગત કરી છે. આ ઉમેરા સાથે, લીગ દેશમાં મોટરસ્પોર્ટના ધોરણોને વધારવાની દિશામાં નોંધપાત્ર પગલું ભરે છે.
ભારતના ડાકાર પાયોનિયર સીએસ સંતોષને ઘણીવાર ભારતના સૌથી કુશળ સુપરક્રોસ અને રેલી-રેઇડ ચેમ્પિયન તરીકે ગણવામાં આવે છે અને તેઓ માત્ર સહ-માલિક જ નહીં પરંતુ બિગરોક મોટરસ્પોર્ટના માર્ગદર્શક પણ છે. સીએટ આઈએસઆરએલમાં સીએસ સંતોષની સામેલગીરી એ ભારતમાં મહત્વાકાંક્ષી મોટરસ્પોર્ટ્સ રાઇડર્સ માટે એક જોરદાર વેગવંતુ પરિબળ બનવા માટે તૈયાર છે, જે યુવા પેઢીને જુસ્સા અને નિશ્ચય સાથે સ્પોર્ટમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
બિગરોક મોટરસ્પોર્ટના મેન્ટર સીએસ સંતોષે આ નવી ભાગીદારી વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “બિગરોક મોટરસ્પોર્ટ સાથે સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગમાં જોડાવું એ મારા માટે એક અવિશ્વસનીય સિદ્ધિ અને એક ખરું સીમાચિહ્ન છે. હું મોટરસ્પોર્ટ્સના આ નવીન અભિગમનો ભાગ બનવા માટે અત્યંત ઉત્સાહિત છું, જે રેસિંગ માટેના મારા જુસ્સા સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે. આ ભાગીદારી દ્વારા, અમે આ ક્ષેત્રમાં યુવા પ્રતિભાઓને પ્રેરણા આપવા અને તેમનું જતન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને તેમને તેમની કુશળતા દર્શાવવા માટે એક ઉચ્ચ સ્તરનું પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ. અમારું અંતિમ ધ્યેય વૈશ્વિક સ્તરે સુપરક્રોસ રેસિંગના નકશા પર ભારતને આગળ લાવવાનું છે.”
બિગરોક મોટરસ્પોર્ટના સહમાલિક એન ગૌતમ, જેઓ યુવા પ્રતિભાને આગળ લાવવામાં માને છે અને હાલમાં વિવિધ સ્પોર્ટ્સ લીગમાં ફ્રેન્ચાઈઝી ધરાવે છે, તેમણે જણાવ્યું હતું કે, “બિગરોક મોટરસ્પોર્ટ સાથેની અમારી ભાગીદારી વૈશ્વિક સ્તરે ભારતીય મોટરસ્પોર્ટ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને વિકસાવવાના અમારા ધ્યેયને અનુરૂપ છે. સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ આ હાંસલ કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે.”
બિગરોક મોટરસ્પોર્ટ્સના સહ-માલિક ઉદય શંકરે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “અમારું લક્ષ્ય મોટરસ્પોર્ટને દરેક માટે સુલભ બનાવવાનો અને ભારતીય પ્રતિભાને ઉચ્ચતમ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાનો છે. સીએટ આઈએસઆરએલ સાથે સહયોગમાં, બિગરોક મોટરસ્પોર્ટ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તાલીમ અને તકો પૂરી પાડીને આ વિઝનને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે.”
સુપરક્રોસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર અને સહ-સ્થાપક ઈશાન લોખંડેએ બિગરોક મોટરસ્પોર્ટમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, “આવી પ્રતિભાશાળી ટીમને અમારી લીગમાં આવકારતાં અમને ખૂબ ગર્વની લાગણી થાય છે. મોટરસ્પોર્ટ પ્રત્યેનું તેમનું જ્ઞાન અને સમર્પણ ભારતમાં મોટરસ્પોર્ટના ક્ષેત્રે ક્રાંતિ લાવવાના અમારા મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. અમારો ધ્યેય દેશભરના ચાહકો માટે મોટરસ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ મનોરંજન અને ગુણવત્તા પ્રદાન કરવાનો છે અને સાથે મળીને અમે આને વાસ્તવિકતા બનાવીશું.”
બિગરોક મોટરસ્પોર્ટ સીએટ આઈએસઆરએલમાં અગ્રીમ ટીમોની રેન્કમાં જોડાશે, જે ભારતમાં મોટરસ્પોર્ટ પ્રતિભાનું સંવર્ધન કરવાની પ્રતિબદ્ધતા અને અનુભવ લાવશે. એન ગૌતમ અને ઉદય શંકર કુશળ ઉદ્યોગસાહસિકો છે અને સ્પોર્ટ્સ માટે ખૂબ જ ઉત્સાહી છે.
2014થી વીરા સ્પોર્ટ્સના ભાગીદાર એન ગૌતમ પ્રો કબડ્ડી લીગ (પીકેએલ) અને પ્રો પંજા લીગમાં ફ્રેન્ચાઈઝી ધરાવે છે અને ટીમને અમૂલ્ય બિઝનેસ કુશળતા અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અનુભવ લાવે છે. બિગરોક ડર્ટ પાર્કની સફળતામાં 25 વર્ષનો બિઝનેસ અનુભવ ધરાવતા અનુભવી નેતા ઉદય શંકરનો મહત્વનો ભાગ છે.
બિગરોક મોટરસ્પોર્ટ્સ માત્ર એક ટીમ કરતાં સવિશેષ છે. તે તેની પેરેન્ટ એન્ટિટી – બિગરોક ડર્ટ પાર્કના વિઝનનું વિસ્તરણ છે. બિગરોક ભારતમાં ઓફ-રોડ મોટરસાયકલિંગને પ્રોત્સાહન આપતી વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્ષમ એથ્લેટ્સ કેળવવાનું સ્વપ્ન સાકાર કરે છે. ગુણવત્તા, સર્વસમાવેશકતા અને ટેકનિકલ કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, બિગરોકે 2014માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 6,500થી વધુ મોટરસાઇકલ સવારોને તાલીમ આપી છે, જે તેને ભારતનું શ્રેષ્ઠ ઓફ-રોડ મોટરસાઇકલ ટ્રેનિંગ સેન્ટર બનાવે છે.
બિગરોક મોટરસ્પોર્ટના ઉમેરા સાથે, સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગે ચાર ટીમોની જાહેરાત કરી છે અને બીજી અનેક રોમાંચક જાહેરાતો ટૂંક સમયમાં થશે.
આ લીગ ભારતમાં મોટરસ્પોર્ટના માપદંડો વધારવા માટે તૈયાર છે, જે ચાહકો અને સહભાગીઓ માટે એકસરખા આનંદદાયક અનુભવોથી ભરેલી સિઝનનું વચન આપે છે. રાઇડર રજિસ્ટ્રેશન, રાઇડર ઓક્શન અને આઈએસઆરએલ સિઝન 1 શેડ્યૂલ પર વધુ વિગતો માટે, કૃપા કરીને અધિકૃત એસએક્સઆઈ વેબસાઇટની મુલાકાત લો https://indiansupercrossleague.com/
ભારતે એક પ્રિય ઉદ્યોગપતિ, રતન ટાટાને ગુમાવ્યા, જેનું બુધવારે મોડી રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુથી રમતગમત સમુદાયમાંથી શોકની લાગણી પ્રસરી ગઈ છે,
બાંગ્લાદેશે બીજી T20I માં ઝિમ્બાબ્વે સામે 6 વિકેટે કમાન્ડિંગ જીત મેળવી હતી, જેમાં તૌહિદ હ્રિદોય અને મહમુદુલ્લાહની અણનમ ભાગીદારીથી ચાર્જનું નેતૃત્વ કર્યું હતું.
ભારતના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે તેના માતા-પિતા સાથે મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી.