અમદાવાદમાં જાવેદ હબીબ સલુનનાં દસમાં આઉટલેટ્નો આરંભ
ભારતમાં ટોચની હેર અને બ્યુટી સલુન બ્રાન્ડ જાવેદ હબીબ સલુનનાં આઉટલેટનો આજે શહેરનાં આનંદનગર રોડ પર કૃષ્ણા ટાવર્સમાં આરંભ થયો છે. અમદાવાદમાં જાવેદ હબીબ સલુનનું આ દસમું અને ગુજરાતમાં ૨૭મું આઉટલેટ છે.
અમદાવાદ : ભારતમાં ટોચની હેર અને બ્યુટી સલુન બ્રાન્ડ જાવેદ હબીબ સલુનનાં આઉટલેટનો આજે શહેરનાં આનંદનગર રોડ પર કૃષ્ણા ટાવર્સમાં આરંભ થયો છે. અમદાવાદમાં જાવેદ હબીબ સલુનનું આ દસમું અને ગુજરાતમાં ૨૭મું આઉટલેટ છે.
આનંદનગર રોડ પર શ્રી કૃષ્ણા ટાવર્સમાં આરંભાયેલા આ સલુનનું ઉદઘાટન જાવેદ હબીબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંધજન મંડળનાં 10 અંધજનો(દિવ્યાગ)ને નિઃશુલ્ક વાળની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હેર સ્ટાઈલીસ્ટ જાવેદ હબીબે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાતમાં જાવેદ હબીબ હેર સલુનનો આરંભ કરતાં મને ઘણો આનંદ થાય છે. અમદાવાદ જેવા ટોચના મેટ્રો શહેરોમાં હેર ડિઝાઈન અને સ્ટાઈલીંગની સભાનતા વધી રહી છે.
આ સલુનથી વાળની ઉત્કૃષ્ટ માવજત અને સ્ટાઈલીંગ કરવાવા ઈચ્છુક ચાહકોની જરૂરિયાત સંતોષાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપણે જેમ શરીરના દરેક અંગોની જાળવણી માટે સભાન રહીએ છીએ, તેમ વાળની માવજત અંગે પણ જાગૃત રહેવું જોઈએ. વાળની માવજત માટે રોજ વોશ કરવા જોઈએ.
આનંદનગર રોડ પરનાં જાવેદ હબીબ સલુનનાં માલિક શ્રી કિરણ આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જાવેદ હબીબ હેર
સલુનને શરૂ કરતાં અમને ઘણો આનંદ થાય છે. પશ્ચિમ અમદાવાદનાં હેર બ્યુટી અને સ્ટાઈલીંગનાં ચાહકોની જરૂરિયાતો આ સલુનથી સંતોષાશે તેવો અમને વિશ્વાસ છે.
જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી લિ. ભારતમાં ટોચની હેર અને બ્યુટી સલુન બ્રાન્ડમાંની એક છે. જાવેદ હબીબ એકેડમી દ્વારા
ભારતમાં હેર એજ્યુકેશન સ્કૂલોનું સંચાલન કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વાપી જેવા શહેરોમાં જાવેદ હબીબ હેર સલુનમાં એક મહિનાથી નવ મહિનાના હેર એન્ડ બ્યુટીના વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે. જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી લિ. ભારતનાં 24 રાજ્યોમાં 110 શહેરોમાં 875 આઉટલેટ દ્વારા કાર્યરત છે. આ ઉપરાંત તેનાં કેન્દ્રો સિંગાપોર, કેન્યા, દુબઈ, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ આવેલા છે.
આ ફંડ નિફ્ટી 500 ઇન્ડેક્સમાંથી ટોચના 50 ગુણવત્તાવાળા શેરોની પસંદગી કરવા માટે ઇક્વિટી પર વળતર, ડેટ ટુ ઇક્વિટી રેશિયો અને EPS વૃદ્ધિની સ્થિરતા જેવા નાણાકીય માપદંડોનું વિશ્લેષણ કરશે.
દેશની અલગ અલગ બેંકો અલગ અલગ શ્રેણીના ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ પર અલગ અલગ ચાર્જ વસૂલ કરે છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.