Mamukkoya Passes Away : મલયાલમ અભિનેતા મામુકોયાનું 77 વર્ષની વયે નિધન
મામુકોયા તેમના ઉત્તમ કોમેડી,કોમિક ટાઈમિંગ અને બુદ્ધિ માટે જાણીતા હતા
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મલયાલમ અભિનેતા મામુકોયાનું નિધન થયું છે. તેમની ઉમર 77 વર્ષના હતી. મામુકોયા, તેમના ઉત્તમ કોમેડી,કોમિક ટાઈમિંગ અને બુદ્ધિ માટે જાણીતા હતા, કેરળના કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. અહેવાલો અનુસાર, મામુકોયા અઠવાડિયાની શરૂઆતમાં ફૂટબોલના મેદાનમાં પડી ગયા હતા અને તેમને મગજનો રક્તસ્રાવ તેમજ કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પીટલમાં તેમણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવા છતાં તેમનું મૃત્યુ થયું હતું.
ફૂટબોલ ટૂર્નામેન્ટમાં બેભાન થઈને પડ્યા હતા
જો અહેવાલોનું માનીએ તો, જ્યારે પીઢ અભિનેતા મામુકોયા સેવન્સ ફૂટબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન માટે પહોંચ્યા, ત્યારે ચાહકો સેલ્ફી લેવા માટે તેમની આસપાસ એકઠા થયા હતા. આ પછી અભિનેતાને બેચેની થવા લાગી અને તે ત્યાં મેદાનમાં પડી ગયા હતા. મામુકોયાને તાત્કાલિક કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમને કોઝિકોડની અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા અને તે વેન્ટિલેટર સપોર્ટ પર હતા. જો કે તબીબોના લાખો પ્રયાસો બાદ પણ તેમને બચાવી શક્યા ન હતા.
મામુકોયાએ 450 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો
મામુકોયાએ મલયાલમ સિનેમામાં પગ મૂકતા અને કોમેડી સ્ટાર બનતા પહેલા થિયેટરમાં ઘણું કામ કર્યું હતું. અહીંથી જ તેણે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 450 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને બે રાજ્ય પુરસ્કારો પણ જીત્યા. મામુકોયા ચાર બાળકોના પિતા છે અને તેમને 'પેરુમાઝક્કલમ' અને 'એન્નાથે ચિન્થા દૃશ્યમ' માટે બે કેરળ રાજ્ય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. હાલમાં, અભિનેતાના ચાહકો તેમના કામ માટે સોશિયલ મીડિયા પર તેમને યાદ કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે મામુકોયાએ મામૂટી, જયરામ અને મોહનલાલ જેવા સ્ટાર્સ સાથે અભિનય કર્યો હતો અને સામાન્ય માણસની ભૂમિકા ભજવવા માટે તેને વ્યાપકપણે ઓળખવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના હાઇ-વોલ્ટેજ મુકાબલાની ઉત્સુકતા વિશ્વભરમાં ચરમસીમાએ પહોંચી રહી છે, અને બોલિવૂડ સ્ટાર સોનમ કપૂર પણ આ ઉત્સાહનો એક ભાગ છે. રવિવારે, અભિનેત્રી અને તેના પતિ આનંદ આહુજા દુબઈ પહોંચ્યા હતા, મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોવા માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા.
ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને મિથુન ચક્રવર્તી સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી એક સમયે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી. પોતાની પ્રતિભાના બળ પર, તેમણે ઉદ્યોગમાં પોતાની એક અનોખી ઓળખ બનાવી છે.
મુંબઈ પોલીસે પ્રખ્યાત બોલિવૂડ સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીની ઓફિસમાંથી ૪૦ લાખ રૂપિયા ચોરનાર આરોપીની ધરપકડ કરી છે. આઠ દિવસની સઘન તપાસ બાદ શંકાસ્પદ વ્યક્તિની જમ્મુ અને કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવી હતી.