મર્સિડીઝ-બેન્ઝે ભારતમાં તેની સૌપ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક મર્સિડીઝ-મેબેક લોન્ચ કરી
ઉત્કૃષ્ટ મર્સિડીઝ-મેબેક ઇક્યૂએસ 680 એસયુવીએ લક્ઝરી બીઈવી સેગમેન્ટ માટે નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો.
પુણેઃ ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં સર્વપ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક મર્સિડીઝ-મેબેચ લોન્ચ કરીને, ભારતમાં ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટને પુનઃ વ્યાખ્યાયિત કર્યું છે. મર્સિડીઝ-મેબેક ઇક્યૂએસ 680 એસયુવી અદ્યતન ઓટોમોટિવ શ્રેષ્ઠતા અને ઈલેક્ટ્રોમોબિલિટી સાથે જોડાયેલા ભવ્ય વૈભવ્યનું સર્વોચ્ચ શિખર છે. આ ઉત્કૃષ્ટ વાહન ભારતમાં મેબેકના નવા યુગની શરૂઆત કરે છે, જે ઓલ-ઈલેક્ટ્રિક, ટોપ-એન્ડ લક્ઝરી એસયુવી સેગમેન્ટમાં અદ્રિતીય ધોરણ સ્થાપિત કરે છે. એસયુવીની ડિઝાઇન ખરેખર કાર્લ મેબેકની ઉક્તિને ન્યાય આપે છે - જે સારૂં છે, તે સુંદર પણ હોવું જોઈએ.
મર્સિડીઝ-મેબેક ઇક્યૂએસ 680 એસયુવી સૌથી વૈભવી અને આરામદાયક ઓલ-ઈલેક્ટ્રિક એસયુવી છે અને ટોપ-એન્ડ ઓલ- ઈલેક્ટ્રિક લક્ઝરી એસયુવી સેગમેન્ટમાં બેન્ચમાર્કને પુનઃ વ્યાખ્યાયિત કરે છે. મેબેક ઇક્યૂએસ એસયુવી અદ્યતન તકનીકોને સાઉન્ડ એક્સપિરીયંસથી લઈને લાઇટ ડિસ્પ્લે સુધી અને ઉત્કૃષ્ટ સામગ્રીથી લઈને સુગંધ અને ડ્રાઇવિંગ આરામદાયકતા સુધીની મેબેકની વિશિષ્ટતા સાથે જોડે છે, જેનાથી તમામ ઇન્દ્રિયો માટે એક સર્વગ્રાહી વૈભવી અનુભવનું નિર્માણ થાય છે.
ઇલેક્ટ્રિક યુગમાં પણ, મર્સિડીઝ-મેબેક દરેક બાબતે "અત્યાધુનિક વૈભવ્ય"ની અનુભૂતિ કરાવે છે. બ્રાન્ડની શૈલી અભિવ્યક્ત સુંદરતા, શુદ્ધતા અને આકર્ષક લાવણ્યની લાક્ષણિકતા ધરાવે છે. તેનું વાતાવરણ અનોખી ક્ષણોનું સર્જન કરે છે, જેનાથી એકદમ ઇચ્છનીય ચીજો નિર્મિત થાય છે. તેને મર્સિડીઝ-બેન્ઝની સંપૂર્ણતાને મર્સિડીઝ-મેબેકની વિશિષ્ટતા સાથે જોડીને પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
મેબેકનો વારસો ઓટોમોટિવ શ્રેષ્ઠતા પ્રત્યે મર્સિડીઝ-બેન્ઝની કાયમી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. 1930ના દાયકાના ઝેપેલીન મોડલ્સની ભવ્યતાથી લઈને આધુનિક મેબેક એસ-ક્લાસ સેડાનના અભિજાત્યપણા સુધી, બ્રાન્ડે સતત વૈભવી અને કારીગરી માટેના ધોરણો સ્થાપિત કર્યા છે. દરેક આઇકોનિક વાહને વૈભવ અને નવીનતાને પુનઃવ્યાખ્યાયિત કરી છે, જે મેબેકને ઓટોમોટિવ સંપૂર્ણતાના સર્વોચ્ચ પ્રતીક તરીકે સ્થાપિત કરે છે.
જેમ જેમ પર્યાવરણીય ચિંતાઓ વધુને વધુ મહત્વની બની રહી છે તેમ, મર્સિડીઝ-મેબેક તેના વૈભવી ધોરણોને જાળવી રાખીને તેના ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. ઈક્યૂએસ 680 એસયુવીની રજૂઆત આ પરંપરાને જાળવી રાખે છે, જેમાં મેબેકની પ્રસિદ્ધ કારીગરીને અત્યાધુનિક ઇલેક્ટ્રિક ટેક્નોલોજી સાથે ભેળવવામાં આવી છે, જેનાથી બ્રાન્ડના ગૌરવશાળી ઇતિહાસમાં એક નવો અધ્યાય રચાય છે.
મર્સિડીઝ-મેબેક ઇક્યૂએસ 680 એસયુવી આ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે, જે સમૃદ્ધિ અને દૂરદર્શી ટેકનોલોજીનું અનોખું મિશ્રણ રજૂ કરે છે. આ ઓલ-ઇલેક્ટ્રિક મોડલ પરંપરાગત ઓટોમોટિવ સીમાઓને પાર કરી જાય છે, તેમજ વૈભવ્યનું એક એવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે જે ગતિશીલતાના ભાવિને આલિંગન આપે છે. તે એક એવી મનોસ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં મેબેકનો સાર અને નવીનતા ખરેખર અસાધારણ રીતે એકરૂપ થાય છે.
ભારતમાં મર્સિડીઝ-બેન્ઝના બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (બીઈવી) પોર્ટફોલિયોમાં કેલેન્ડર વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં એકંદર વેચાણમાં સતત વૃદ્ધિ અને વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. મર્સિડીઝ-બેન્ઝના બીઈવી પોર્ટફોલિયોમાં હવે 5 બીઈવી શામેલ છે, જે ગતિશીલ અને ઉચ્ચ-પ્રદર્શન ઇલેક્ટ્રિક વાહનોની શોધ કરતા ગ્રાહકોની નવી પેઢીથી લઇને પારખુ લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જેઓ પોતાના કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ ઈક્યૂએસ એસયુવીને શામેલ કરવાનું પસંદ કરેશે. ઈક્યૂએસ મેબેક એસયુવીનું લોન્ચિંગ એ ભારતમાં મર્સિડીઝ-બેન્ઝના ડાયનેમિક લક્ઝરી બીઈવી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે.
Kia Syros and Maruti Brezza: જો તમે પણ Kia Syros અને Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે Kia Syros માં એવા કયા ફીચર્સ છે, જે Maruti Brezza માં નથી.
ભારતમાં સૌથી સુરક્ષિત SUV કાર: ભારતમાં ઘણી SUV કાર ADAS સિસ્ટમ સાથે આવે છે, જે અદ્યતન સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે. આ ફક્ત આપણું ડ્રાઇવિંગ વધુ સ્માર્ટ બનાવે છે એટલું જ નહીં પણ સલામતી પણ જાળવી રાખે છે.
Honda-Nissan Merger : જાપાનની બે ઓટોમોબાઈલ કંપનીઓ નિસાન મોટર અને હોન્ડા મોટર ચોક્કસપણે ટૂંક સમયમાં મર્જ થઈ શકે છે. મર્જરના સમાચાર મીડિયામાં આવ્યા બાદ હવે બંને કંપનીઓએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ ડીલ ઘણા રેકોર્ડ બનાવશે...