મારી માટી…મારો દેશ…રાજ્યના સૌ નાગરિકોને રાષ્ટ્રભક્તિના આ અભિયાનમાં જોડાવા રાજ્ય સરકારનો અનુરોધ
રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિનો અહેસાસ થાય તે ઉદ્દેશ સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ તરીકે 'મારી માટી મારો દેશ' અભિયાન શરૂ કર્યું છે. જેનો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલા વીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી
મહિલાઓને સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવા તથા દેશવાસીઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય અને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિનો અહેસાસ થાય તે
ઉદ્દેશ સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ તરીકે 'મારી માટી મારો દેશ' અભિયાન
શરૂ કર્યું છે. જેનો ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે.
રાજ્યના યુવાનોમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને એ આશયથી આ અભિયાનમાં સૌ નાગરિકોને સહભાગી બનવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે. રાજ્યમાં આ અભિયાન હેઠળ યોજાનાર કાર્યક્રમોમાં નાગરિકો હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દિવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવા સંકલ્પબધ્ધ બનવા, તેમજ અમૃતકાળના આ પંચપ્રણની સેલ્ફી https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરીને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ ઉજાગર કરવા માટે સૌનાગરિકોને સહિયારા પ્રયાસો કરવા પણ અપીલ કરાઈ છે.
પંચપ્રણ અંતર્ગત માટીના દીવા સાથે પાંચ પ્રતિજ્ઞાઓ લેવામાં આવે, જેમાં વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પ્રતિજ્ઞાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પગલું-૧ : તમારું નામ - મોબાઇલ નંબર સહિતની અન્ય વિગતો દાખલ કરો
પગલું-૨ : સ્ક્રીન પરની પ્રતિજ્ઞા વાંચો અને ‘ટેક પ્લેજ’ પર ક્લિક કરો
પગલું-૩ : પ્રતિજ્ઞા વાંચ્યા પછી પ્રતિજ્ઞા લેતો એક ફોટો પાડો
પગલું-૪ : મીડિયા ફાઇલ અપલોડ કરો
જબરજસ્ત માંગને કારણે, કોલ્ડપ્લેએ અમદાવાદમાં બીજા કોન્સર્ટની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું
જામનગર શહેરના રામેશ્વર નગર ચોક ખાતે આવેલ હનુમાન મંદિર પાસે ગઈકાલે રાત્રે એક ઝડપી કારે કાબુ ગુમાવતા મકાનની દિવાલ સાથે અથડાતા કરૂણ અકસ્માત સર્જાયો હતો.