મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
ભારતની આઝાદીની ચળવળમાં અમૂલ્ય ફાળો આપનાર શ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે વિધાન સભા પોડિયમ ખાતે તેમના તૈલ ચિત્ર સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની આઝાદીની ચળવળમાં અમૂલ્ય ફાળો આપનાર શ્રી મોરારજીભાઈ દેસાઈની
૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે વિધાન સભા પોડિયમ ખાતે તેમના તૈલ ચિત્ર સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ
મંત્રી ભાનુબેન બાબરીયા, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, આદિજાતી વિકાસ મંત્રી કુબેરભાઇ ડિંડોર, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મંત્રી મંડળના સભ્યો તથા ધારાસભ્યોએ મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.