નર્મદા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજપીપળા કોલેજમાં "Say No to Drugs" વિષય પર સેમીનાર યોજાયો
તા. ૨૧ નર્મદા પોલીસ અવાર નવાર લોક જાગૃતિ માટે કાર્યક્રમો કરે છે જેમાં સાઇબર ક્રાઇમ, વ્યશન મુક્તિ સહિતના વિષયો ઉપર કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
ભરત શાહ, નર્મદા : તા. ૨૧ નર્મદા પોલીસ અવાર નવાર લોક જાગૃતિ માટે કાર્યક્રમો કરે છે જેમાં સાઇબર ક્રાઇમ, વ્યશન મુક્તિ સહિતના વિષયો ઉપર કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે અને આ પ્રયાસો હજુ પણ નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવતા હોય જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જાગૃતતા આવે અને યુવાધન ખોટી લત કે વ્યસનના રવાડે ના જાય તે છે માટે આજરોજ પણ નર્મદા પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજપીપળા કોલેજમાં એક કાર્યક્રમ યોજાયો જે ખૂબ સફળ પણ રહ્યો.
રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી. શાખા દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એમ.આર. આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજ, રાજપીપળા ખાતે ગવર્નીંગ કાઉંસીલનાં બીન સરકારી સભ્યોની હાજરીમાં "Say No to Drugs" વિષય પર સેમીનાર લેવામાં આવ્યો, જેમાં ટાઉન પી.આઇ. વી.કે.ગઢવી, એસ.ઓ.જી.પી. પી.આઇ. વાય.એસ.શીરસાઠ સહિત પોલીસ કર્મચારીઓ સાથે કોલેજનાં પ્રીંસીપાલ તેમજ કોલેજનાં ૨૫૦ થી વધુ વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ. ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ.