વડોદરા શહેર અને જિલ્લામાં આગામી તા. ૧૭થી આયુષ્યમાન ભવઃ અભિયાન
તા. ૧૩ના રોજ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે, આયુષ્યમાન ભવઃ અભિયાનના સુચારૂ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનપ્રતિનિધિઓ સાથે બેઠક.
વડોદરા શહેર અને જિલ્લામાં આગામી તા. ૧૭થી આયુષ્યમાન ભવઃ અભિયાન શરૂ કરવામાં આવશે. તમામ ઘરોની રૂબરૂ મુલાકાત લઇ બાકી રહી ગયેલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. તેની સાથે આરોગ્ય તપાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આગામી તા.૧૩ના રોજ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે. આયુષ્યમાન ભવઃ અભિયાનના સુચારૂ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કલેક્ટર શ્રી અતુલ ગોરે જણાવ્યું કે, આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજના લઇ જવા અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને તેમાં આવરી લેવા ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં તમામ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. આ માટે ઘરે ઘરે જઇને લોકોનો સંપર્ક કરવામાં આવશે. આ અભિયાન હેઠળ આયુષ્યમાન યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ ઉપર લઇ જવામાં આવશે.
આ ઉપરાંત તા. ૧૭થી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર સાપ્તાહિક આરોગ્ય મેળા યોજવામાં આવશે. તેમાં આવેલા દર્દીઓને જરૂર પડે તો સીએચસી ખાતે નિષ્ણાંત તબીબો પાસે રિફર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તબીબો સીએચસી ખાતે આરોગ્ય મેળામાં સેવા આપશે.
ગામેગામ આયુષ્યમાન સભાઓનું પણ આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી, આભા કાર્ડ ઉપરાંત વિવિધ રોગોની માહિતી, રસીકરણ, પોષણ, એનેમિયા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સ્વચ્છતા અભિયાન, અંગદાન સંકલ્પ અને રક્તદાન શિબિરો પણ યોજવામાં આવશે. એકત્રિત રક્ત સરકારી દવાખાનામાં આપવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્ય સર્વ શ્રી કેતનભાઇ ઇનામદાર, શૈલેષભાઇ મહેતા, અક્ષયભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા, શહેર અને જિલ્લાના આરોગ્ય અમલદારો ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુ:ખદ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ ઓબીઇ સાથે બેઠક યોજી હતી જેમાં રમતગમત ક્ષેત્રના ભવિષ્ય અને ભારતમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી
૭૬મા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પોલીસ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું.