ઓમાન કોસ્ટ નજીક ઓઇલ ટેન્કર ડૂબી; 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર્સ ગુમ
પ્રેસ્ટિજ ફાલ્કન નામનું ઓઇલ ટેન્કર ઓમાનના દરિયાકાંઠે ડૂબી ગયું, જેમાં 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ થયા છે. આ ઘટના સોમવારે બની જ્યારે જહાજ યમન જઈ રહ્યું હતું. ઓમાનના મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ ક્રૂનો કોઈ પત્તો મળ્યો નથી
પ્રેસ્ટિજ ફાલ્કન નામનું ઓઇલ ટેન્કર ઓમાનના દરિયાકાંઠે ડૂબી ગયું, જેમાં 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ થયા છે. આ ઘટના સોમવારે બની જ્યારે જહાજ યમન જઈ રહ્યું હતું. ઓમાનના મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ ક્રૂનો કોઈ પત્તો મળ્યો નથી.
ટેન્કર કોમોરોસના ધ્વજ હેઠળ નોંધાયેલું હતું અને ઓમાનના મુખ્ય ઔદ્યોગિક બંદર ડુકમ પાસે ડૂબી ગયું હતું. ડૂબ્યા બાદ, સ્થાનિક સત્તાવાળાઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ જહાજ અથવા તેના ક્રૂ સભ્યોની કોઈ નિશાની મળી નથી.
16 ક્રૂ સભ્યોમાંથી 13 ભારતના છે અને બાકીના ત્રણ શ્રીલંકાના નાગરિક છે. આશરે 117 મીટર લાંબુ અને 2017માં બનેલ ઓઈલ ટેન્કરને રાસ મદ્રકાહથી લગભગ 25 નોટિકલ માઈલ દક્ષિણપૂર્વમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરે સોશિયલ મીડિયા દ્વારા ઘટનાની જાણ કરી અને પુષ્ટિ કરી કે શોધ અને બચાવ પ્રયાસોને સરળ બનાવવા માટે તપાસ ચાલી રહી છે.
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચ્યા છે. મોરેશિયસના વિદેશ મંત્રી મનીષ ગોબિને એરપોર્ટ પર જયશંકરનું સ્વાગત કર્યું હતું.
પાકિસ્તાન સરકારે દેશ વિરોધી ગતિવિધિઓના આરોપમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કેપી શર્મા ઓલીને પીએમ પદના શપથ લેવડાવ્યા હતા. નેપાળમાં તખ્તાપલટ બાદ ઓલી દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની જગ્યા લીધી છે. શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 'પ્રંચદ' વિશ્વાસ મત હારી ગયા હતા.