18 અને 19 સપ્ટેમ્બર ના રોજ “સ્વચ્છ સ્ટેશન” થીમ ઉપર મંડળના તમામ સ્ટેશનો ઉપર સારી રીતે સફાઈ કરવામાં આવી
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 16 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા પખવાડીયું ખૂબ ધામધૂમથી ઉજવવમાં આવી રહ્યું છે. સ્વચ્છતા પખવાડીયામાં દરરોજ અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 16 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા પખવાડીયું ખૂબ ધામધૂમથી ઉજવવમાં આવી રહ્યું છે. સ્વચ્છતા પખવાડીયાની શરૂઆત 16 સપ્ટેમ્બર ના રોજ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને સ્વચ્છતા શપથ અપાવવાની સાથે શરૂ થઈ. સ્વચ્છતા પખવાડીયામાં દરરોજ અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે.
તારીખ 18.09.2023 અને 19.09.2023 ને સ્વચ્છ સ્ટેશન દિવસના રૂપે ઉજવવામાં આવ્યા જેમાં તમામ સ્ટેશનો ઉપર સારી રીતે સફાઈની સાથે વીજળીના ઉપકરણો, આસપાસના ક્ષેત્રની સાફ સફાઈ કરવામાં આવી. સ્ટેશનો ઉપર યાત્રિઓને સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં નાખવા, સિંગલ યુઝ પોલિથીન (single use plastic) નો ઉપયોગ ન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા છે તેમજ રેલવે યાત્રિઓને પર્યાવરણ અનુકૂળ કેરી બેગ પણ વિતરિત કરવામાં આવ્યા.
રેલવે સ્ટેશનો, રેલવે સંકુલો, પ્લેટફોર્મ, પગપાળા પુલ વગેરે ઉપર ગંદકી ફેલાવનારાઓને સમજાવવામાં આવ્યા. સાથે જ સ્ટેશનો ઉપર ઉદઘોષણા પ્રણાલી દ્વારા સતત સ્વચ્છતાથી સંબંધિત ઉદઘોષણા પર કરાવવામાં આવી રહી છે, જેનાથી યાત્રિઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાવી શકાય. યાત્રિઓને બેનર પોસ્ટર અને તમામ રેલવે સ્ટેશનો ઉપર જાહેર ઉદઘોષણાના માધ્યમથી સ્વચ્છતા જાળવી રાખવા તેમજ કચરાના યોગ્ય પ્રકારના નિવારણ માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ સ્વચ્છતા પખવાડીયા હેઠળ જૂની રેલવે કોલોની સાબરમતીમાં એન્ટી મેલેરિયા/એન્ટી લાર્વાનો છંટકાવ કરવામાં આવ્યો અને વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પાણીની શુદ્ધતાની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે