મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતીમાં રક્તદાન શિબિરનું આયોજન
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે હોસ્પિટલ સાબરમતીમાં વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં રેડ ક્રોસ અમદાવાદના સહયોગથી 15 જૂન 2024ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.હતું.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે હોસ્પિટલ સાબરમતીમાં વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં રેડ ક્રોસ અમદાવાદના સહયોગથી 15 જૂન 2024ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવાંમાં આવ્યો.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ આ અવસર પર જાતે રક્તદાન કર્યું તથા દરેકને રક્તદાન કરવા અપીલ પણ કરી. તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે રક્તદાનના ફક્ત જરૂરતમંદ દર્દીઓનો જીવ બચાવી શકે છે પરંતુ આ એક મહાન સામાજિક કાર્ય પણ છે. આપની થોડીક મદદ કોઈનો જીવ બચાવી શકે છે. રક્તદાન કરીને તમે તમારા સામાજિક જવાબદારીને પુરી કરી શકો છો અને એક નેક કાર્યમાં સહભાગી બની શકો છો.
આ શિબિરમાં મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા , અપર મંડળ રેલ પ્રબંધકશ્રી દયાનંદ શાહુ, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર ડીઝલ શેડ સાબરમતી શ્રી અશોક કુમાર, વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી બિનોદ કુમાર સહીત મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. આ અવસરે રેલ સુરક્ષા બળના સૈનિકોએ ઉત્સાહપૂર્વક આ નેક કાર્યમાં ભાગ લીધો. રેડક્રોસ અમદાવાદના સહયોગથી આ અવસરે 50 યુનિટ બ્લડ જમા કરવામાં આવ્યું.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.