પાકિસ્તાને મેચ જીતીને રચ્યો ઈતિહાસ, ન્યુઝીલેન્ડની ધરતી પર પહેલીવાર કર્યું આ કારનામું
પાકિસ્તાની મહિલા ટીમે સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડની મહિલા ટીમને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર પાકિસ્તાની મહિલા ટીમની આ પ્રથમ વનડે જીત છે.
Pakistan Women vs New Zealand Women: પાકિસ્તાન મહિલા ટીમે સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડની મહિલા ટીમને 3 રનથી હરાવ્યું. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરીને 251 રન બનાવ્યા હતા. આ પછી પાકિસ્તાની મહિલા ટીમ પણ 50 ઓવરમાં 251 રન જ બનાવી શકી હતી. પરંતુ સુપર ઓવરમાં પાકિસ્તાનની મહિલા ટીમનો વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડની ધરતી પર ODIમાં પાકિસ્તાની મહિલા ટીમની આ પ્રથમ જીત છે.
ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ માટે એમેલિયા કેરે સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. તેમના સિવાય કેપ્ટન સોફી ડિવાઈને 29 રન અને મેડી ગ્રીને 65 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે ઈસાબેલ ગેજ માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સુઝી વેટ્સ પણ માત્ર 24 રન બનાવી શકી હતી.
252 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ માટે બિસ્માહ મારૂફે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 68 રનનું યોગદાન આપ્યું હતું. આલિયા રિયાઝે 44 રન, કેપ્ટન ફાતિમા સનાએ 36 રન બનાવ્યા હતા. નતાલિયા પરવેઝે 26 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ પાકિસ્તાની ટીમ સ્કોર બરાબરી કરવામાં સફળ રહી હતી. બિસ્માને તેની શાનદાર ઇનિંગ્સ માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો હતો.
સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 11 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ફાતિમા સનાએ 2 અને આલિયા રિયાઝે 8 રન બનાવ્યા હતા. આ પછી, જ્યારે ન્યુઝીલેન્ડની મહિલા ટીમ સુપર ઓવરમાં બેટિંગ કરવા ઉતરી. ત્યારબાદ સાદિયા ઈકબાલે પાકિસ્તાન માટે બોલિંગની જવાબદારી સંભાળી હતી. તેણે પોતાની ઓવરમાં માત્ર 8 રન આપ્યા અને બે મહત્વની વિકેટ પણ લીધી. તેની વિસ્ફોટક બોલિંગના કારણે જ પાકિસ્તાની ટીમ સુપર ઓવરમાં મેચ જીતવામાં સફળ રહી હતી.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.