પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડે Q2માં અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ રૂ. 48 કરોડનો નફો કર્યો
પિરામલ એન્ટરપ્રાઈઝ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 48 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 1536 કરોડની ચોખ્ખી ખોટ સામે આ નોંધપાત્ર સુધારો છે. જે કંપનીની નફાકારકતા પ્રોફાઇલમાં સુધારો દર્શાવે છે.
મુંબઈઃ પિરામલ એન્ટરપ્રાઈઝ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 48 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 1536 કરોડની ચોખ્ખી ખોટ સામે આ નોંધપાત્ર સુધારો છે. જે કંપનીની નફાકારકતા પ્રોફાઇલમાં સુધારો દર્શાવે છે.
કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)માં 5%નો વધારો થયો છે, જે રૂ. 66,933 કરોડ છે. આ વૃદ્ધિ પાછલા આઠથી નવ ક્વાર્ટરમાં જોવા મળેલી AUM પ્રોફાઇલમાં સ્થિરતા દર્શાવે છે. કંપનીએ આગામી પાંચ વર્ષમાં એયુએમ 120-130 કરોડ સાથે બમણી કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે.
કંપનીની લાંબા ગાળાની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને અનુરૂપ 58% રિટેલ અને 42% જથ્થાબંધના ક્વાર્ટર-એન્ડ મિક્સ સાથે પ્રગતિ જોવા મળી છે. ચોક્કસ બિઝનેસ સેગમેન્ટ્સની દ્રષ્ટિએ, રિટેલ આર્મે AUMમાં વાર્ષિક ધોરણે 55% ગ્રોથ સાથે મજબૂત વૃદ્ધિ રૂ. 38,604 કરોડ દર્શાવી છે. જથ્થાબંધ બાજુએ, હોલસેલ 1.0 અને હોલસેલ 2.0 બંનેએ સ્ટેજ 2, સ્ટેજ 3 એસેટ્સ અને સિક્યોરિટી રિસિપ્ટ્સ પોર્ટફોલિયોમાં ઘટાડા સાથે સકારાત્મક વલણો પ્રદર્શિત કર્યા છે.
પીરામલ એન્ટરપ્રાઈઝ લિમિટેડના ચેરમેન અજય પીરામલે જણાવ્યું હતું કે, "ભારત" માર્કેટની વધતી ક્રેડિટ જરૂરિયાતો પૂરી કરતા ફાળવણીમાં વૃદ્ધિ સાથે અમારો રિટેલ ધિરાણ બિઝનેસ સતત વધી રહ્યો છે. અમે પ્રતિભા, શાખાઓ, કોગ્નિટીવ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સમાં આ વેગ ચાલુ રાખવા સતત રોકાણો કરીશું."
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.