પિરામલ એન્ટરપ્રાઇઝની નજર સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા પરઃ ચેરમેન
અભૂતપુર્વ અનિશ્ચિતતામાંથી બહાર આવવા છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવાં મળેલી બેલેન્સ શીટ અને બિઝનેસને વધુ લવચીક બનાવવામાં આવ્યા છે ત્યારે પિરામલ એન્ટરપ્રાઇઝિસ (PEL) સાતત્યપૂર્ણ વૃધ્ધિ અને નફાકારકતા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે એમ કંપનીના ચેરમેન અજય જી પિરામલે જણાવ્યું હતું.
2022-23નાં વાર્ષિક અહેવાલ અંગે શેરધારકોને કરેલા સંબોધનમાં પિરામલે જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરેલાં પ્રયત્નોનાં સકારાત્મક પરિણામો હાંસલ થયા છે અને ગયા નાણાકીય વર્ષના અંતે કંપનીએ રૂ. 9,969 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને કુલ એસેટ રૂ. 83,386 કરોડ હતી.
પિરામલે જણાવ્યું હતું કે, “અમે હવે સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા અને ત્રણ સ્તંભ-વૃધ્ધિ, જોખમ અને નફાકારકતા-પર બેલેન્સશીટનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે, બિઝનેસ એકમો ફોકસ હોય તો બિઝનેસ સ્ટ્રેટેજીનાં સંદર્ભમાં ફોકસ રહે છે અને એ તે ઉપરાંત આપણી મૂડી અને માનવ સંસાધનો મજબૂત બને છે અન તેનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત થાય છે.
પિરામલે ઉમેર્યું હતું કે, “અમને ખાતરી છે કે રિટેલ અને હોલસેલમાં અમારાં વ્યૂહાત્મક વિભાગોને પસંદ કરીને અમારા તમામ હિતધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જન કરી શકાશે, જેમાં અમને અત્યાધુનિક ટેકનોલોજી, રિસ્ક મેનેજમેન્ટ અને ઉત્તમ લીડરશીપનું પીઠબળ છે.”
તેમણે જણાવ્યું કે, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ફાર્માસ્યુટિકલ્સમાં બે અલગ અલગ પ્યોર-પ્લે એન્ટિટિ રચવાથી સંચાલન માળખું મજબૂત બન્યું છે, જેમાં બંને બિઝનેસ માટે અલગ અલગ બોર્ડ અને મેનેજમેન્ટ ટીમ છે. તેમણે જણાવ્યું કે, ડીમર્જરને કારણે અમે દરેક બિઝનેસ માટે ઓપ્ટિમલ કેપિટલ સ્ટ્રક્ચર સુનિશ્ચિત કરી શકીએ છીએ અને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ગ્રોથ પ્લાન્સમાં આગળ વધીને બિઝનેસને સ્વતંત્ર રીતે વૃધ્ધિ કરી શકીશું. FY2023માં ગ્રૂપનાં બિઝનેસે વૈશ્વિક મેક્રોઇકોનોમિક અને ભૂરાજકીય અવરોધોનો સામનો કરીને લવચીક કામગીરી પ્રદર્શિત કરી છે.
કંપની સાતત્યપૂર્ણ વૃદ્ધિને આગળ ધપાવવા માટે નવાં વ્યૂહનાં અમલીકરણનાં માર્ગ પર સતત ચાલી રહી છે.
FY2023માં કંપનીની પરિવર્તન કવાયતને સારા ફળ મળ્યા હતા અને આ પાયાનાં આધારે આગામી દિવસોમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિ હાંસલ કરવામાં આવશે. ગ્રૂપે ડીએચએફએલનાં એક્વિઝિશન અને ઇન્ટીગ્રેશનનું એક વર્ષ પૂર્ણ કર્યું છે અને તેને પગલે બિઝનેસની વૃધ્ધિ અને વૈવિધ્યીકરણ થયું છે અને તેને વધુ રિટેલ-કેન્દ્રી બનાવવાની દિશામાં પ્રગતિ સધાઈ છે. હોલસેલમાં ગ્રૂપે એસેટ રેકોગનિશન સાઇકલ પૂરી કરી છે, એસેટ્સની પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરી છે અને તંદુરસ્ત જોગવાઈ કવચ પૂરું પાડ્યું છે.
પિરામલે જણાવ્યું હતું કે, “રિયલ એસ્ટેટમાં અમે લાર્જ અને મિડિયમ સાઇઝનાં ડિવલપર્સ પર ફોકસ કરીશું, જેમાં 49 ટકા પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે અથવા તો પૂરા થઈ ગયા છે. અમારા રિટેલ સેટઅપનો લાભ લઈને અમે પસંદગીનાં ટિયર-2 અને ટિયર-3 માર્કેટમાં પ્રવેશીશું, જ્યાં પ્રમાણમાં ઓછો પ્રસાર થયો હોય.” તેમણે જણાવ્યું કે, “ગ્રૂપ FY27ની અપેક્ષાઓની દિશા તરફ જઈ રહ્યું હોવાથી તેને ફાઇનાન્સિયલ સર્વિસિસ બિઝનેસની લાંબા ગાળાની સફળતા અંગે વિશ્વાસ છે. અનોખું બિઝનેસ મોડલ, સાઇઝ અને બેલેન્સશીટ સાથે પિરામલ એન્ટરપ્રાઇઝિસ વૃધ્ધિની તકો અને નફાકારકતાનો લાભ લેવા અને લાંબા ગાળે સાતત્યપૂર્ણ મૂલ્ય સર્જન માટે સજ્જ છે.” પિરામલ ગ્રૂપ ફાર્મા, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને રિયલ એસ્ટેટ સેક્ટર્સમાં હાજરી ધરાવે છે. કંપની 30થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે અને 100થી વધુ માર્કેટમાં વૈશ્વિક બ્રાન્ડ હાજરી ધરાવે છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.