લીલા દુષ્કાળની પરિસ્થીતી સર્જાતા અન્નદાતા ખેડુતોને સહાય ચુકવવા રજુઆત
આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીની ઝડપથી સર્વે થવી જોઈએ : કસવાલા
સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કરી જણાવ્યુ હતુ કે, ૧૬/૧૦/૨૪ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં ભારે અતિભારે વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે ગત તા.૧૬-૧૦-૨૦૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુ વિસ્તારમાં ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે અને લીલા દુષ્કાળની સર્જાયેલી છે જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનીનો તાત્કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા અમોનેમૌખીક રજુઆત કરેલ છે. ઉપરોકત રજુઆત અન્વયે ખેડૂતોના હિતને ઘ્યાનમાં રાખી અને આર્થીક રીતે નુકશાન ન થાય તે માટે મારા વિધાનસભા મત વિસ્તારમાં ભારે વરસાદને કારણે તૈયાર થયેલ પાક નુકશાન થયેલ હોય જેનું સર્વે કરાવી તાત્કાલીક નિયમો મુજબની આર્થીક સહાય ચુકવવા માટે ધારાસભ્યશ્રી મહેશભાઇકસવાલાએ કૃષી મંત્રીશ્રીને રજુઆતમાં જણાવ્યુ હતુ તેમ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાએ અખબારીયાદીમાં જણાવાયુ હતુ.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ અંગે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે, જેમાં છેતરપિંડીના બિલિંગ સાથે સંકળાયેલા સંભવિત કૌભાંડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,