ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમી, વડોદરામાં 01 થી 20 સપ્ટેમ્બર, 2023 સુધી રાજભાષા પખવાડીયા સમારોહનું આયોજન કરવામાં આવ્યું
20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
આ અવસર પર આજે 20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
શ્રી રાકેશ રાજપુરોહિત, ઉપ મહાનિદેશકના વરદ હસ્તે વિવિધ પ્રતિયોગિતાઓના વિજેતાઓ તથા 20 હજાર શબ્દ પુરસ્કાર યોજના –2022-23 ના પુરસ્કાર વિજેતાઓને પ્રશસ્તિ પત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા.
આ અવસર પર મુખ્ય રાજભાષા અધિકારી અને સિનિયર પ્રોફેસર (મેનેજમેન્ટ) ડૉ. હેમંત કાગરા, પ્રોફેસર (રાજભાષા) ડૉ. વિભાવરી ગોરે, તમામ સભ્યો, મહેમાન અધિકારી તથા કર્મચારી બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) પોલિસી 2025-30 લોન્ચ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું આઠમું સંસ્કરણ અમદાવાદની શાળાઓમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલ સ્થિત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પ્રસારણમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી પરીક્ષાની તૈયારી અને તણાવ વ્યવસ્થાપન પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.
ભુજ સેશન્સ કોર્ટે સોમવારે નિવૃત્ત IPS અધિકારી કુલદીપ શર્માને 1984ના હુમલાના કેસમાં સંડોવણી બદલ ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. આ ઘટનાના 41 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે