સોનીએ બ્રાવિઆ X80L ટેલિવિઝન શ્રેણી લૉન્ચ કરી, જાણો શું છે ખાસિયત
X1 4K HDR પિક્ચર પ્રોસેસર સાથે અસાધારણ પિક્ચર ક્વૉલિટીનો અનુભવ કરો
જીવંત પિક્ચર ક્વૉલિટી અને તલ્લીન કરતા ઑડિયો સાથે મનોરંજન માટે સોનીએ બ્રાવિઆ X80L ટેલિવિઝન શ્રેણી લૉન્ચ કરી
1. X1 4K HDR પિક્ચર પ્રોસેસર સાથે અસાધારણ પિક્ચર ક્વૉલિટીનો અનુભવ કરો.
2. નવી X80L સિરીઝ જેમાં TRILUMINOS™ Pro ડિસ્પ્લેથી જીવંત કલરનો અનુભવ થશે.
3. Dolby Vision™ and Dolby Atmos™ સાથે સિનેમાના રોમાંચનો આનંદ માણો.
4. X80L સિરીઝમાં X-બેલેન્સ સ્પીકર સાથે તલ્લીન કરી દેવો સાઉન્ડ અનુભવ માણો.
5. X80L સિરીઝ ગૂગલ ટીવી સાથે સ્માર્ટ યુઝર અનુભવ કરાવે છે જે 10,000 કરતાં વધુ ઍપ્સ તથા ગેમ્સ અને
700,000 કરતાં વધુ મૂવી અને ટેવી શ્રેણી દ્વારા અનંત મનોરંજન ઑફર કરે છે. તે એપલના AirPlay 2 તથા હોમકિટ
સાથે પણ સરળતાથી માણી શકાય છે.
6. હેન્ડ્સફ્રી વૉઇસ સર્ચ ફીચર સાથે તમે સીધો ટીવીને કમાન્ડ આપીને તમારી પસંદગીના શો અને મૂવી જોઈ શકશો.
7. X80L સિરીઝ હવે બ્રાવિઆ કોર સાથે ઉપલબ્ધ છે, જેથી ઉચ્ચ ગુણવત્તાની Pure Stream™ સાથે IMAX ના વિશાળ મૂવી કલેક્શનનો આનંદ ઉઠાવો.
8. X80L PS5 માટેના ફીચર સાથે આવે છે જે HDR ટોન મૅપિંગ તથા ઑટો જેનર પિક્ચર મોડ સાથે તમારા ગેમિંગના અનુભવને બદલી નાખશે. તેની HDMI 2.1 કોમ્પેટિબિલિટી ઑટો લો લેટન્સી મોડ (ALLM) સાથે ગેમિંગને સપોર્ટ કરે છે.
9. X80L સાથે ગેમ મેન્યુનું ફીચર તમને સરળતાથી ગેમિંગ સ્ટેટસ, સેટિંગ્સ અને ગેમિંગ સહાયક ફંક્શનો એક જ
જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે.
10. BRAVIA CAM જેમાં જેશ્ચર કંટ્રોલ, આરામદાયક વાતાવરણમાં વધારો તથા ગૂગલ મીટ વગેરેનો સમાવેશ થાય છે તેની સાથે ટીવી જોવાના આનંદમાં અનેકગણો વધારો કરો.
11. આરામદાયક સ્થિતિમાં વધારો, લાઇટ સેન્સર તથા અવાજ માટે સ્વનિયંત્રણ ટેકનોલોજી સાથે પ્રત્યેક વાતાવરણમાં સર્વશ્રેષ્ઠ પિક્ચર અને સાઉન્ડનો અનુભવ કરો.
12. X80L સિરીઝની ડિઝાઇનમાં X-Protection PRO હોવાથી સૌથી કપરી સ્થિતિમાં પણ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકે છે.
13. ફ્લશ સર્ફેસ ડિઝાઇન, પાતળા ટી-આકારનું સ્ટેન્ડ તથા છ હૉટ કી સાથેના આકર્ષક સ્માર્ટ રિમોટ સાથે X80L તમારા લિવિંગ રૂમમાં ખૂબ સરળતાથી સેટ થઈ જશે.
14. પર્યાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન
નવી દિલ્હી : સોની ઈન્ડિયાએ ભવ્ય પિક્ચર ક્વૉવિટી અને શ્રેષ્ઠ સાઉન્ડ સાથેની બ્રાવિઆ X80L ટેલિવિઝન શ્રેણી લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવી X80L સિરીઝ દૃશ્ય અને અવાજને એક નવા ઊંચા સ્તરે લઈ જાય છે અને ગૂગલ ટીવી સાથે મનોરંજનની એક નવી દુનિયા ઑફર કરે છે, જે અમારી પિક્ચર અને સાઉન્ડ ટેકનોલોજી ગ્રાહકોના જીવનમાં સુંદર રંગો ભરી દેશે.
1. X1 4K HDR પિક્ચર પ્રોસેસર સાથે અસાધારણ પિક્ચર ક્વૉલિટીનો અનુભવ કરો
સોનીની નવી X80L ટીવી શ્રેણી 215 cm (85), 126 cm (50) and 108 cm (43) માં ઉપલબ્ધ છે. સોની X80L માં X1 4K HDR પિક્ચર પ્રોસેસર છે જેનાથી તલ્લીનતાપૂર્વક ટીવી નિહાળવાનો આનંદ પ્રાપ્ત થાય છે. તેમાં ઑબ્જેક્ટ
આધારિત HDR ની મદદથી સ્ક્રિન ઉપર અલગ અલગ રંગના ઑબ્જેક્ટને ઓળખી શકાય છે તથા કોન્ટ્રાસ્ટ એડજસ્ટ થઈ શકે છે, જે અન્ય મોટાભાગના ટીવીમાં શક્ય નથી હોતું જ્યાં કોન્ટ્રાસ્ટ માત્ર બ્લેકથી વ્હાઇટમાં એડજસ્ટ થઈ શકે છે.ઑબ્જેક્ટ્સને વ્યક્તિગત રીતે રિમાસ્ટર કરવામાં આવ્યા હોવાથી આ ટીવી વધુ ઊંડાણ, ટેક્શ્ચર તથા વધુ વાસ્તિવક પિક્ચર ગુણવત્તા આપે છે.
2. નવી X80L સિરીઝ જેમાં TRILUMINOS™ Pro ડિસ્પ્લેથી જીવંત કલરનો અનુભવ થશે
X80L સિરીઝમાં રંગોની વિશાળ શ્રેણી છે અને વિશિષ્ટ TRILUMINOS PRO™ નું અલ્ગોરિધમ રંગોની વધ-ઘટને ઓળખીને પ્રત્યેક ડિટેલ સાથે કુદરતી શેડ્સ રિપ્રોડ્યુસ કરે છે. તમે વાસ્તવિક દુનિયામાં જે રંગો જોતા હોય તેવા રંગોનો અહીં અનુભવ કરી શકશો.
3. Dolby Vision™ and Dolby Atmos™ સાથે સિનેમાના રોમાંચનો આનંદ માણો
નવી BRAVIA X80L શ્રેણી Dolby Vision™ થી સજ્જ છે જે HDR સોલ્યુશન સાથે વિશેષ હાઇલાઇટ, વધારે ડાર્ક તથા વાયબ્રન્ટ રંગો સાથે તમારા ઘરમાં તલ્લીનતા અને રોમાંચક સિનેમાનો અનુભવ કરાવશે. Dolby Atmos ને કારણે નવા બ્રાવિઆ X80L 4K ટેલિવિઝનનો સાઉન્ડ ઉપરથી તેમજ બંને સાઇડથી આવશે જેથી તમે અનેક ડાયમેન્શનના અનુભવ સાથે ઑબ્જેક્ટની હિલચાલને ફીલ કરી શકો.
4. X80L સિરીઝમાં X-બેલેન્સ સ્પીકર સાથે તલ્લીન કરી દેવો સાઉન્ડ અનુભવ માણો
X-બેલેન્સ સ્પીકર ફીચર X80L સિરીઝમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી ટેલિવિઝનના વિશિષ્ટ નવા આકાર સાથે મૂવી અને સંગીતના અવાજની ગુણવત્તા માણી શકાય.
5. X80L સિરીઝ ગૂગલ ટીવી સાથે સ્માર્ટ યુઝર અનુભવ કરાવે છે જે 10,000 કરતાં વધુ ઍપ્સ તથા ગેમ્સ અને 700,000
કરતાં વધુ મૂવી અને ટેવી શ્રેણી દ્વારા અનંત મનોરંજન ઑફર કરે છે. તે એપલના AirPlay2 તથા હોમકિટ સાથે પણ
સરળતાથી માણી શકાય છે.
નવી બ્રાવિઆ X80L સિરીઝ સાથે 10,000 કરતાં વધુ ઍપ ડાઉનલોડ કરી શકાશે, 700,000 કરતાં વધુ મૂવી તેમજ ટીવી એપિસોડ બધું એક જ જગ્યાએ જોઈ શકાશે. ગૂગલ ટીવી દરેકની પસંદગીનું કન્ટેન્ટ તથા સબ્સક્રિપ્શન એક સ્થળે લઈ આવશે અને તેને ઓર્ગેનાઇઝ કરશે. સર્ચિંગ પણ સાવ સરળ બનશે – વિવિધ ઍપ્સમાં સર્ચ કરવા માટે બસ માત્ર ગૂગલને કહેવાનું. તમે આ રીતે ટ્રાય કરી શકો, “હેય ગૂગલ, ફાઈન્ડ એક્શન મૂવિઝ.” ગ્રાહકો તેમના ફોનમાંથી વ્યક્તિગત પસંદગીઓ તથા મૂવી અને બુકમાર્ક કરેલા શોને ટીવી ઉપર જોઈ શકશે. ગ્રાહકો તેમના ફોન અથવા લૅપટોપના ગૂગલ સર્ચમાંથી વૉચલિસ્ટ પણ ઉમેરી શકે છે અને એ બધું એક જ સ્થળે મેળવી શકે છે. બ્રાવિઆ X80L એપ્પલ હોમ કિટ તથા એરપ્લે ને સપોર્ટ કરે છે જે iPad અને iPhone જેવાં ડિવાઇસને સરળતાથી ટીવી સાથે જોડી આપશે જેથી કોઈ જ મુશ્કેલી વિના કાર્યક્રમો માણી શકાય.
6. હેન્ડ્સફ્રી વૉઇસ સર્ચ ફીચર સાથે તમે સીધો ટીવીને કમાન્ડ આપીને તમારી પસંદગીના શો અને મૂવી જોઈ શકશો
તમારા અવાજનો ઉપયોગ કરીને રિમોટ વિના જ તમારી પસંદગીનો કાર્યક્રમ વધારે ઝડપથી શોધો. વૉઇસ સર્ચની સુવિધા ઉપલબ્ધ થવાથી હવે તમારે જટિલ નેવિગેશન નહીં કરવું પડે અથવા ટાઇપિંગ કરવાની જરૂર નહીં રહે, બસ માત્ર અવાજથી ઇચ્છિત કાર્યક્રમ મેળવી લો. ટીવી ઉપર માઇક્રોફોન બેસાડવામાં આવ્યા હોવાથી પ્રેક્ષકો હવે સાચા અર્થમાં હેન્ડ્સ-ફ્રી અનુભવ કરી શકશે. દર્શકો પોતાને ઈચ્છિત ટીવી કાર્યક્રમ, મૂવી વગેરે તમામ રિમોટનો ઉપયોગ કર્યા વિના ગૂગલ આસિસ્ટન્ટની મદદથી માણી શકશે.
7. X80L સિરીઝ હવે બ્રાવિઆ કોર સાથે ઉપલબ્ધ છે, જેથી ઉચ્ચ ગુણવત્તાની Pure Stream™ 80mbps સાથે IMAX ના વિશાળ મૂવી કલેક્શનનો આનંદ ઉઠાવો
બ્રાવિઆ કોર ઍપ એ પ્રી-લોડેડ મૂવી સર્વિસ છે જેથી પાંચ નવા મૂવી રિડમ્પ્શન કરાવી શકાય છે, તે ઉપરાંત ક્લાસિક બ્લૉકબસ્ટર ફિલ્મો અને અમર્યાદિત શ્રેષ્ઠ મૂવીનું સ્ટ્રીમિંગ તો ખરું જ. તે તમને લગભગ 4K બ્લૂ-રે ટેકનોલોજી સાથે સોની પિક્ચર્સની વિશાળ લાઇબ્રેરી ઉપલબ્ધ કરાવે છે. બ્રાવિઆ X80L સાથે Pure Stream™ ની સર્વોચ્ચ સ્ટ્રીમિંગ ગુણવત્તાનો અનુભવ કરો તે ઉપરાંત IMAX® Enhanced ના વિશાલ મૂવી કલેક્શનનો આનંદ માણો. આ બધું જ તમે સ્ટનિંગ વિઝ્યુઅલ્સ અને એક્સપ્રેસિવ સાઉન્ડ ક્વૉલિટીમાં ઉપલબ્ધ થશે. બ્રાવિઆ કોર કેલિબરેટેડ મોડ સાથે તમારું મૂવી આપોઆપ મહત્તમ પિક્ચર સેટિંગમાં એડજસ્ટ થશે જેથી તમે વાસ્તવમાં મૂવી જોવાનો આનંદ માણી શકો.
8. X80L PS5 માટેના ફીચર સાથે આવે છે જે HDR ટોન મૅપિંગ તથા ઑટો જેનર પિક્ચર મોડ સાથે તમારા ગેમિંગના અનુભવને બદલી નાખશે. તેની HDMI 2.1 કોમ્પેટિબિલિટી ઑટો લો લેટન્સી મોડ (ALLM) સાથે ગેમિંગને સપોર્ટ કરે છે
HDMI 2.1 માં ઑટો લેટન્સી મોડ હોવાથી X80L કનેક્શન થયું હોવાનું અને પાવર ઑન થયો હોવાનું રેકગ્નાઇઝ કરશે અને આપોઆપ લો લેટન્સી મોડ શરૂ થઈ જશે. તમે સરળ, વધુ રિસ્પોન્સિવ રમત રમવાનો આનંદ માણી શકશો, ફાસ્ટ-મૂવિંગ, હાઈ- ઈન્ટેન્સિટી ગેમ્સ માણી શકશો. Auto HDR Tone Mapping સાથે HDR સેટિંગ્સ તમારા PS5™ કનેક્શનને તત્કાળ ઓપ્ટિમાઇઝ કરશે. તમારું PS5™ આપોઆપ વ્યક્તિગત બ્રાવિઆ ટીવી મોડેલ ઓળખી લેશે અને તે અનુસાર તમારા ટીવી માટે શ્રેષ્ઠ HDR સેટિંગ પસંદ કરી લેશે. આમ હાઈ કોન્ટ્રાસ્ટ સીનમાં પણ તમે અગત્યની ડિટેલ્સ અને રંગોના તેજસ્વી અને ડાર્ક પાર્ટને શ્રેષ્ઠ રીતે માણી શકશો. ટીવી આપોઆપ ગેમ મોડ લઘુતમ ઇનપુટ લેગ ઘટશે અને એક્શન વધુ રિસ્પોન્સિવ બનશે. PlayStation5® પ્રસારણ પર મૂવી જોતી વખતે તે સ્ટાન્ડર્ડ મોડ પર પરથ ફરશે જેથી વધુ જીવંત દૃશ્યો માટે પિક્ચર પ્રોસેસિંગ થાય.
9. X80L સાથે ગેમ મેન્યુનું ફીચર તમને સરળતાથી ગેમિંગ સ્ટેટસ, સેટિંગ્સ અને ગેમિંગ સહાયક ફંક્શનો એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે
X80L સિરીઝમાં સરળતાથી રમી શકાય તેવું ગેમ મેન્યુ છે જ્યાં ગેમ્સના સેટિંગ્સને ખૂબ ઝડપથી VRR અથવા Motion Blur Reduction- એમ તમારી પસંદગી અનુસાર સેટ કરી શકાય. આ ગેમ મેન્યુ દ્વારા યુઝર ડાર્ક એરિયામાં બ્રાઈટનેસ વધારી શકે જેથી બ્લેક ઈક્વિલાઇઝર સાથે સરળતાથી ઓબ્જેક્ટ્સ અને વિરોધી ચીજોને ઓળખી શકાય અને સાથે સરળતાથી છ પ્રકારના ક્રોસહેર સાથે વિરોધીઓ પર નિશાન લગાવી શકાય. તેમાં નવી બાબત એ છે કે ગેમિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય તે માટે સ્ક્રિનનું કદ તે અનુસાર બદલી શકાય છે.
10. BRAVIA CAM જેમાં જેશ્ચર કંટ્રોલ, આરામદાયક વાતાવરણમાં વધારો તથા ગૂગલ મીટ વગેરેનો સમાવેશ થાય છે તેની સાથે ટીવી જોવાના આનંદમાં અનેકગણો વધારો કરો
તમારા બ્રાવિઆ ટીવીને બ્રાવિઆ કૅમ સાથે જોડો, જે અલગથી ખરીદી શકાય છે, જેના દ્વારા વધુ તલ્લીનતાથી ટીવી જોવાનો અનુભવ માણી શકાય. તમે રૂમમાં ક્યાં છો અને ટીવીથી કેટલા દૂર છો એ બાબત બ્રાવિઆ કૅમ ઓળખી લે છે અને ત્યારબાદ અવાજ અને પિક્ચરના સેટિંગ એડજસ્ટ કરે છે જેથી તમે બરાબર જોઈ-સાંભળી શકો. તમે બ્રાવિઆ કૅમ સાથે ટીવીના બીજા ઘણા લાભ ઉઠાવી શકો, જેમ કે જેશ્ચર કંટ્રોલ. તમે ગૂગલ મીટ ફીચર દ્વારા પરિવાર અને મિત્રો સાથે પણ જોડાઈ શકો. તમારી અને ટીવીની વચ્ચેના અંતરને સમજી લઇને બ્રાવિઆ કૅમ ટીવીની બ્રાઈટનેસને પણ એડજસ્ટ કરે છે જેથી તમે રૂમમાં ગમેત્યાં હોવ છતાં હંમેશાં યોગ્ય પિક્ચર ક્વૉલિટી માણી શકો. ટીવીમાં રહેલું લાઇટ અને કલર સેન્સર શ્રેષ્ઠ દૃશ્ય માટે લાઇટની સ્થિતિ અનુસાર પિક્ચરમાં ફેરફાર કરે છે.
11. આરામદાયક સ્થિતિમાં વધારો, લાઇટ સેન્સર તથા અવાજ માટે સ્વનિયંત્રણ ટેકનોલોજી સાથે પ્રત્યેક વાતાવરણમાં સર્વશ્રેષ્ઠ પિક્ચર અને સાઉન્ડનો અનુભવ કરો
X80L ટીવીમાં રહેલા લાઇટ સેન્સરને કારણે તેની આસપાસની સ્થિતિ સમજવાની ટેકનોલોજી ધરાવતા હોવાથી તે રૂમની સ્થિતિને અનુરૂપ આપોઆપ પિક્ચરની બ્રાઇટનેસ એડજસ્ટ કરે છે, પ્રકાશવાળા રૂમમાં બ્રાઇટનેસ વધારે છે અને ડાર્ક રૂમમાં લાઇટ ઓછી કરે છે, જેથી તમને પરફેક્ટ વ્યૂ મળી શકે. અવાજને નિયંત્રિત કરવાની ટેકનોલોજી તમારા સ્થાનને આપોઆપ ઓળખે છે અને ટીવીના અવાજમાં ફેરફાર કરે છે જેથી તમે ટીવીની સામે બેઠા હોવ એવી જ અવાજની ગુણવત્તા માણી શકો છો. રૂમની સ્થિતિ અનુસાર અવાજમાં ફેરફાર થઈ શકે છે. દા.ત. પડદા અવાજને શોષી લે છે, જ્યારે ટીવીની સામે કોઈ વસ્તુ પડી હોય તો અવાજ પ્રસારિત થવામાં અવરોધ આવે છે પરિણામે તમને સાંભળવામાં મુશ્કેલી પડી શકે. પરંતુ આ ટીવી વસ્તુઓને ઓળખી લઇને અવાજમાં એ રીતે ફેરફાર કરે છે જેથી રૂમમાં ગમેત્યાં યોગ્ય રીતે સાંભળવામાં મદદરૂપ થાય.
12. X80L સિરીઝની ડિઝાઇનમાં X-Protection PRO હોવાથી સૌથી કપરી સ્થિતિમાં પણ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકે છે
નવી બ્રાવિઆ X80L સિરીઝમાં નવી અને સુધારેલી X-Protection PRO ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી ડસ્ટ અને હ્યુમિડિટી સામે રક્ષણ આપવા સક્ષમ છે એટલું જ નહીં પરંતુ તેણે સોનીના સર્વોચ્ચ લાઇટનિંગ ધોરણને પાસ કર્યું છે, અર્થાત વીજળી ત્રાટકે અથવા લાઇટના વૉલ્ટેજમાં વધઘટ થાય તો તેની સામે તમારા ટીવીનું રક્ષણ થાય છે. લાંબા સમય સુધી ચાલે તેવા ટીવી મનોરંજનને માણવાનું ચાલુ રાખો.
13. ફ્લશ સર્ફેસ ડિઝાઇન, પાતળા ટી-આકારનું સ્ટેન્ડ તથા છ હૉટ કી સાથેના આકર્ષક સ્માર્ટ રિમોટ સાથે X80L તમારા લિવિંગ રૂમમાં ખૂબ સરળતાથી સેટ થઈ જશે
X80L ની વિશિષ્ટ ફ્લશ સર્ફેસ ડિઝાઇન ટીવીને સ્વચ્છ અને આધુનિક લૂક આપે છે. આ એવી સુંદરતા છે જે તમારા
ટીવી જોવાના માર્ગમાં આડે નહીં આવે. આકર્ષક અને શ્રેષ્ઠ સ્ટેન્ડ ખાસ કરીને ટીવી તેમજ તમારા રૂમના ડેકોરેશનને
બરાબર મેચ થાય એવું ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્માર્ટ રિમોટની મદદથી તમે તમારા તમામ કનેક્ટેડ ડિવાઇસને
કંટ્રોલ કરી શકો છો. લોઅર બટનો તથા વિશેષ પોલ્યુર્થેન (રાળ)નું કોટિંગ ધરાવતું રિમોટ સરળતાથી સ્વચ્છ કરીને
ચોખ્ખું રાખી શકાય છે. તમામ બટન બૅક્ટેરિયા વિરોધી સામગ્રીથી કોટ કરવામાં આવેલા છે. રિમોટમાં છ હૉટ કી છે (બ્રાવિઆ કોર, નેટફ્લિક્સ, એમોઝોન પ્રાઇમ, ડિઝની+હૉટસ્ટાર, સોની LIV તથા યૂટ્યુબ), જે એક બટન દબાવવાથી તમે સીધા જ તમારા પસંદગીના વીડિયો, પસંદગીના શો તથા મૂવી એક ક્ષણમાં તમારા લિવિંગ રૂમમાં લાવી શકો છો.
14. પર્યાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન
સતત વિશાળ ટીવી સ્ક્રિનની વધતી માંગ વધુ રિસોર્સિસ અને એનર્જીનો ઉપયોગ થાય છે. સોની હંમેશાં ટીવી જોવા સહિત કાર્યક્ષમતા આપવા પ્રતિબદ્ધ છે. પ્લાસ્ટિકનો ઉપયોગ સતત ઘટાડતા જવાની પોતાની કટિબદ્ધતાને ધ્યાનમાં
રાખીને, પર્યાવરણ ઉપર અવળી અસર ઘટાડવા સોની લાઇફ સાઇકલ પ્રોડક્ટનાં વિવિધ પાસાં પર કામ કરે છે, જેમ કે વર્જિન પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, પરિવહન કાર્યક્ષમતામાં સુધારો તથા ઉપયોગ દરમિયાન વીજ વપરાશની સમીક્ષા. તદ્દઉપરાંત, નવા ઈકો ડૅશબોર્ડમાં તમામ 2023 મોડેલનો સમાવેશ થયો છે જેથી ગ્રાહકો ઊર્જા બચતની પ્રાથમિકતાઓ અને સેટિંગને બદલી શકે.
કિંમત અને ઉપલબ્ધી:
મોડેલ બેસ્ટ બાય (રૂપિયામાં) ઉપલબ્ધીની તારીખ
KD-43X80L 99,900/- 19 th April 2023 થી
KD-50X80L 114,900/- 19 th April 2023 થી
KD-85X80L ટૂંક સમયમાં જાહેર કરાશે ટૂંક સમયમાં જાહેર કરાશે
આ મોડેલો સમગ્ર ભારતમાં સોનીના સ્ટોર, મુખ્ય ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ, તથા ઈ-કોમર્સ પોર્ટલ ઉપર ઉપલબ્ધ થશે.
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.