ભાડજનાં હરે કૃષ્ણ મંદિર ખાતે શ્રી નરસિંહ જયંતી મહોત્સવ
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી નરસિંહ દેવનો શુભ અવતાર દિવસ તરીકે 4 મે, 2023 ના રોજ શ્રી નરસિંહ જયંતીની ઉજવણી કરવામાં આવી
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી નરસિંહ દેવનો શુભ અવતાર દિવસ તરીકે 4 મે, 2023 ના રોજ શ્રી નરસિંહ જયંતીની ઉજવણી કરી હતી. આ દિવસે સાંજ સુધી ભક્તોએ ઉપવાસ કર્યા હતા. પ્રહલાદને તેના પિતા હિરણ્યકશિપુથી બચાવવા સર્વોચ્ચ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના અર્ધ સિંહ-અર્ધ પુરુષ અવતાર ભગવાન શ્રી નરસિંહ દેવ તરીકે અવતરણ પામ્યા.
ભાડજનાં હરે કૃષ્ણ મંદિરમાં નરસિંહ જયંતીની ઉજવણી સવારે શ્રી નરસિંહ યજ્ઞથી થઈ. ભગવાનને પ્રસન્ન કરવા માટે દિવસભર હરિનામ સંકીર્તન કરાયું હતું. ભગવાન શ્રી શ્રી લક્ષ્મી નરસિંહ દેવને સાંજે 108 કલશમાંથી 7 પવિત્ર નદીઓના પવિત્ર જળ અને દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ સાથે વિધિપૂર્વક અભિષેક કરાયો હતું. અભિષેક સમારોહમાં વિશેષ નરસિંહ આરતીનો પણ સમાવેશ થાય છે. મહોત્સવના અંતે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવને ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી.
રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લીધો. ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લીધો.
ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે.