ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-૨૦૨૩નું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં સફળ આયોજન
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હેક એ થોનની પાંચમી આવૃતિનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગટે તથા સમસ્યા નિવારણની તક મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હેક એ થોનની પાંચમી આવૃતિનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગટે તથા સમસ્યા નિવારણની તક મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ હેકાથોનમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારની જૂદી જૂદી વિવિધ સંભવિત ૨૩૧ સમસ્યાઓની યાદી બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કુલ ૧૪૬૩ ટીમ બનાવવામાં આવી છે. જેમાં ૭૮૮૬ સહભાગીઓ સામેલ છે. ૧૪૬૩ ટીમો માંથી ૭૫ ટીમો ગુજરાત રાજ્ય બહારની હતી.
સમગ્ર ગુજરાતમાં ૧૬ જૂદા જૂદા નોડલ કેન્દ્રોમાં હાથ ધરવામાં આવતી આ હેકાથોનનું એક કેન્દ્ર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. જેમાં યુનિવર્સિટી તરફથી ૮૮ ટીમો અને ૫૧૧ સહભાગીઓએ ભાગ લીધો હતો. જેમાં ૩૬૮ પૂરુષો હતા અને ૧૪૨ મહિલાઓ હતી. આ હેકાથોનમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ સહિતની ગુજરાત બહારની ૧૮ ટીમો સામેલ થઈ હતી. આ હેકાથોનમાં અભ્યાસુ વિદ્યાર્થીઓની રોજબરોજની સમસ્યાઓ જેવી કે એથ્લેટસ માટે પોષણ એપ્લીકેશન, નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલ શોધ અને રીપોર્ટિંગ તથા વેસ્ટ ટુ એનર્જી ટ્રાન્સફર્મેશન સિસ્ટમ જેવા પ્રશ્નોનું વિદ્યાર્થીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ હેકાથોનનાં મુખ્ય અતિથિ તરીકે સિનિયર સાયન્ટીસ્ટ અને સેક-ઇસરો ગ્રુપનાં ડાયરેક્ટર ડી. કે. પટેલ તથા કાર્યકારી કુલપતિ ડૉ. એસ. ડી. પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી