ટેલી સોલ્યુશન્સે ‘એમએસએમઈ ઓનર્સ’ની ત્રીજી એડિશનની જાહેરાત કરી
ભારતમાં અને વૈશ્વિક સ્તરે એમએસએમઈની શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ અને સિદ્ધિઓને ઓળખવા અને સ્વીકારવા માટે વિચારપૂર્વક તૈયાર કરાયેલ પહેલ
અમદાવાદ : સોફ્ટવેર પ્રોડક્ટ્સ ઉદ્યોગમાં અગ્રણી અને ત્રણ દાયકાથી વધુ સમયથી નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs) માટે બિઝનેસ મેનેજમેન્ટ સોલ્યુશન્સ ડિલીવર કરતી ટેલી સોલ્યુશન્સે ‘એમએસએમઈ ઓનર્સ’ની ત્રીજી એડિશનની જાહેરાત કરી છે. દેશની આર્થિક પ્રગતિમાં તેમના યોગદાન માટે વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકોને ઓળખવા માટે કરવામાં આવતી આ એક વાર્ષિક પહેલ છે. આ સન્માન પાયાના સ્તરે તેમની શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ દ્વારા એમએસએમઈની સકારાત્મક અસર અને વિવિધતાને ઓળખશે અને તેની ઉજવણી કરશે. આ તેને એક સમાવેશક ઓળખ આપે છે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે શહેરો અને ક્ષેત્રોમાં વાસ્તવિક પ્રભાવ જમાવનારા તથા અર્થતંત્રને આગળ લઈ જનારા વણઓળખાયેલા નાયકોની ઊજવણી થઈ શકે.
રૂ. 250 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા અને માન્ય GSTIN ધરાવતી તમામ કંપનીઓ આ પ્રતિષ્ઠિત માન્યતામાં ભાગ લઈ શકે છે. રસ ધરાવતા ઉદ્યોગસાહસિકો અથવા આવા સાહસિકોને જાણતા લોકો 10 મે, 2023 સુધીમાં https://tallysolutions.com/msme-honours દ્વારા તેમની એન્ટ્રી મોકલી શકે છે. એમએસએમઈ ઓનર્સની બીજી એડિશને દેશભરના 1,487 નગરો અને શહેરોમાંથી લગભગ 2,000 નોમિનેશન મેળવ્યા હતા અને 27મી જૂન, 2022 ના રોજ આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના અવસરે 98થી વધુ કંપનીઓને માન્યતા આપવામાં આવી હતી અને સન્માનિત
કરવામાં આવી હતી. વિજેતાઓની ઉજવણી આખું વર્ષ સોશિયલ મીડિયા, પ્રેસ, પોડકાસ્ટ વગેરે દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે ભારત ઉપરાંત, આ પહેલ ભારત, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, નેપાળ, ઇન્ડોનેશિયા અને આફ્રિકાની ઉત્કૃષ્ટ કંપનીઓને પણ સન્માનિત કરશે.
યોગદાનની વિવિધતા અને સફળતાની વાર્તાઓને સાચી રીતે બહાર લાવવા માટે એમએસએમઈ સન્માન 5 શ્રેણીઓમાં ઉજવવામાં આવશે:
• વન્ડર વુમન:
મહિલા ઉદ્યોગસાહસિકોને ઓળખવી જેઓ તેમના સપનાં સાકાર કરી રહી છે
અને આજે બિઝનેસને ફરીથી વ્યાખ્યાયિત કર્યા છે
• બિઝનેસ માઈસ્ટ્રો:
એવા દિગ્ગજ લોકોને ઓળખવા જેમણે સમયની કસોટીનો સામનો કર્યો છે અને સતત આગળ વધતા રહ્યા છે
• ન્યૂજેન આઇકોન:
એવા સ્ટાર્ટઅપ્સને ઓળખવા કે જેણે માર્કેટ ગેપને ઓળખી કાઢી છે અને નવીન ઉકેલો રજૂ કર્યા છે
• ટેક ટ્રાન્સફોર્મર:
એવી કંપનીઓને ઓળખવી જે આધુનિક ટેક્નોલોજી અપનાવવામાં આગળ છે અને સારા પરિણામો આપી રહી છે
• ચેમ્પિયન ઓફ કોઝ:
વૈશ્વિક સુખાકારી માટે વધુ સારા હેતુ માટે યોગદાન આપનારી કંપનીઓને ઓળખવી
આ પહેલ અંગે ટિપ્પણી કરતા ટેલી સોલ્યુશન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર સુશ્રી જયતિ સિંઘે જણાવ્યું હતું કે, “માઇક્રો, નાના મધ્યમ વ્યવસાયો જેમાં સ્ટાર્ટઅપ્સનો વિશાળ સમૂહ, પરંપરાગત લાંબા સમયથી ચાલતા વ્યવસાયો અને અન્યનો સમાવેશ થાય છે તેમની વિશ્વના અર્થતંત્રમાં તેમના પ્રદાન માટે જ નહીં, પણ નવીનતા અને વિકાસની કેટલીક રસપ્રદ કહાનીઓ માટે પણ સરાહના થવી જોઈએ. એમએસએમઈ ઓનર્સની ત્રીજી એડિશનનો ઉદ્દેશ્ય કદ, ભૌગોલિક સ્થિતિ, વ્યવસાયના પ્રકારો અને કાર્યકાળની વિવિધતામાં આ સાહસિકોની સફળતાની વાર્તાઓને ઓળખવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા, અમે ભારતીય નગરો અને શહેરો અને સમગ્ર વિશ્વમાં એમએસએમઈને તેમની વાત રજૂ કરવા અને તેમના અનન્ય યોગદાનને પ્રકાશિત કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. આ આખું વર્ષ જુદા જુદા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવશે જેનાથી દેશમાં ઉદ્યોગસાહસિક વૃદ્ધિ અને વિકાસને આગળ વધી શકે છે.”
વિજેતાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે એમએસએમઈ ઉદ્યોગના નિષ્ણાંતોની બનેલી જ્યુરી દ્વારા નામાંકનોનો નિર્ણય કરવામાં આવશે. તે મેટ્રો, ટાયર 1, ટાયર 2 અને ટાયર 3 માર્કેટમાંથી સ્ટેન્ડ-આઉટ નોમિનેશનનું મિશ્રણ હશે. ટેલીનું 2.3 મિલિયનથી વધુ એસએમઈ લાયસન્સ બેઝનું મજબૂત નેટવર્ક, 28,000 ભાગીદારોની વિશાળ ઇકોસિસ્ટમ, ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો 1.35 લાખ મજબૂત સમુદાય આ પહેલના સ્કેલ અને ઉદ્દેશ્યનો પુરાવો છે.
પ્રીમિયમ લો-વોલેટિલિટી ગ્રેડ માટે ઓસ્ટ્રેલિયા મૂળના સ્પોટ કોકિંગ કોલના ભાવમાં 2024માં 12 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે આયર્ન ઓરના ભાવમાં આ સમયગાળા દરમિયાન 9-10 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
કારોબારી દિવસે ભારતીય શેર બજાર સપાટ ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી, પીએસયુ બેંક, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, રિયાલિટી અને મીડિયા સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.
આજની તારીખે, 7 જાન્યુઆરી, 2025 સુધી, ભારતના તમામ મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે.