ટાટા કેમિકલ્સે વર્ષ 2028 સુધીમાં 20 લાખ વૃક્ષોના વાવેતરની કટીબદ્ધતા વ્યક્ત કરી, ‘ગો ગ્રીન, પ્લાન્ટ ટ્રી’ પહેલનો પ્રારંભ કર્યો
ટાટા કેમિકલ્સ લિમિટેડે વર્ષ 2028 સુધીમાં દેશમાં 20000 એમટી વધારાની કાર્બન ઉત્સર્જન શોષણ ક્ષમતા વિકસાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસે ‘ગો ગ્રીન, પ્લાન્ટ ટ્રી’ પહેલનો પ્રારંભ કર્યો છે. ઓખામંડળમાં 20 લાખ વૃક્ષોના વાવેતરની પ્રતિબદ્ધતા સાથે કંપની આબોહવામાં પરિવર્તની અસરોને ઘટાડવા માટે પ્રયાસ કરી રહી છે.
ટાટા કેમિકલ્સ લિમિટેડે વર્ષ 2028 સુધીમાં દેશમાં 20000 એમટી વધારાની કાર્બન ઉત્સર્જન શોષણ ક્ષમતા વિકસાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસે ‘ગો ગ્રીન, પ્લાન્ટ ટ્રી’ પહેલનો પ્રારંભ કર્યો છે. ઓખામંડળમાં 20 લાખ વૃક્ષોના વાવેતરની પ્રતિબદ્ધતા સાથે કંપની આબોહવામાં પરિવર્તની અસરોને ઘટાડવા માટે પ્રયાસ કરી રહી છે. ટાટા કેમિકલ્સ નિયમિત મીટીંગ્સ દ્વારા આ પહેલ માટે હીતધારકોને ભેગા કરશે તથા આ વૃક્ષોના 40 ટકા અસ્તિત્વ દરને સુનિશ્ચિત કરવા માટે 25,000 સ્વૈચ્છિક કલાકોની સુવિધા પ્રદાન કરશે.
ટાટા કેમિકલ્સ, મીઠાપુર ખાતે ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર અને લોકેશન હેડ એન. કામથે આ પહેલનો પ્રારંભ કરતાં હોસ્ટેલ કોમ્પલેક્સની પાછળ એક છોડનું વાવેતર કર્યું હતું. આ પહેલ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “અમારું માનવું છે કે આબોહવા પરિવર્તનને ઘટાડવા, જૈવવિવિધતા વધારવા, હવાની ગુણવત્તામાં સુધારો કરવા તથા આર્થિક અને સામાજિક લાભો પ્રદાન કરવા
વૃક્ષો આવશ્યક છે.
આપણી આસપાસનું વિશ્વ ઝડપથી બદલાઇ રહ્યું છે અને આપણે પ્રકૃતિની સુરક્ષા માટે ઝડપી પ્રયાસોની જરૂર વિશે આપણે સમજીએ તે આવશ્યક છે. આ પહેલનો ઉદ્દેશ્ય તમામ હીતધારકો વચ્ચે પ્રદેશમાં ગ્રીન કવરના વિસ્તરણ અંગે સર્વસંમતિ વિકસાવવાનો છે. સ્થાનિક સ્વયંસેવકો દ્વારા અમે આ ગો ગ્રીન, પ્લાન્ટ ટ્રી પહેલને સફળ બનાવવા માગીએ છીએ
તથા આ વૃક્ષોનો 40 ટકા અસ્તિત્વ દર સુનિશ્ચિત કરવા માગીએ છીએ. આ પહેલ આપણા સમુદાયો અને પૃથ્વી માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યની રચના કરવાના અમારા વિઝનનો હિસ્સો છે.” ટાટા કેમિકલ્સ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રકૃતિ પરિવારના સ્વયંસેવકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સ્થાનિક પડકારો વચ્ચે તેની સ્થિતિસ્થાપકતા લંબાવીને ભારતીય શેરબજાર બુધવારે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
દેશની મુખ્ય સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવોની જાહેરાત કરી છે, જે આજે યથાવત છે.
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે સકારાત્મક નોંધ પર બંધ થયા હતા