Tata Powerનો ચોખ્ખો નફો Q4FY23માં 48 ટકા વધીને 939 કરોડ થયો
FY23 માટે કોન્સોલિડેટેડ રેવન્યુ 32 ટકા વધીને રૂ. ₹ 56,033 કરોડ બોર્ડે પ્રતિ શેર રૂ.બે ડિવિડન્ડ જાહેર કર્યું, કોન્સોલિડેટેડ વાર્ષિક EBITDA 23% વધીને રૂ. 10,068 કરોડ, કોન્સોલિડેટેડ વાર્ષિક આવક 32% વધીને રૂ. 56,033 કરોડ થઈ
મુંબઇ : સમગ્ર પાવર વેલ્યુ ચેઇનમાં કામગીરી ધરાવતી ભારતની સૌથી મોટી ઇન્ટીગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર (NSE: TATA POWER; BSE: 500400) એ આજે ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ નાણાકીય વર્ષ 2022-23 માટેનાં પરિણામ જાહેર કર્યા હતા. તમામ બિઝનેસ વર્ટિકલ્સમાં મહત્વપૂર્ણ વૃધ્ધિ સાથે કંપની દેશની અગ્રણી ગ્રીન-એનર્જી અને ગ્રાહક કેન્દ્રી પાવર યુટિલિટિ તરીકે તેની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. ટાટા પાવરનો ચોખ્ખો નફો (PAT) સતત 14મા ક્વાર્ટરમાં વધ્યો છે અને કોન્સોલિડેટેડ રેવન્યુ તથા EBITDAમાં મહત્વપૂર્ણ વૃધ્ધિ નોંધાવી છે, જે વેપારનાં વ્યૂહ અને કામગીરીમાં ઉત્કૃષ્ટતા પ્રદર્શિત કરે છે.
કોન્સોલિડેટેડ | Q4 FY23 | Q4 FY22 | YoY Growth | FY23 | FY22 | વાર્ષિક વૃધ્ધિ % |
આવક | 12,755 | 12,085 | 6% | 56,033 | 42,576 | 32% |
EBITDA | 3,101 | 2,253 | 38% | 10,068 | 8,192 | 23% |
PAT | 939 | 632 | 48% | 3,810 | 2,156 | 77% |
વિતરણ કંપનીઓમાં ઊંચું વેચાણ અને રીન્યુએબલ્સમાં ક્ષમતા વધારાને કારણે Q4FY22માં કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ.12,085 કરોડથી 6 % વધીને રૂ. 12,755 કરોડ થઈ છે.
મુન્દ્રામાં નીચી અન્ડર રિકવરી, રીન્યુએબલ્સમાં ક્ષમતા ઉમેરો અને સોલર ઇપીસી પ્રોજેક્ટ્સનાં અમલીકરણને કારણે કોન્સોલિડેટેડ EBITDA રૂ. 2253 કરોડથી 38% વધીને રૂ. 3101 કરોડ થઈ છે.
તમામ બિઝનેસમાં મજબૂત દેખાવને પગલે Q4FY22માં કોન્સોલિડેટેડ PAT રૂ. 632 કરોડથી 48 ટકા વધીને રૂ. 939 કરોડ થયો હતો. સંપૂર્ણ વર્ષની કોન્સોલિડેટેડ કામગીરી ઊડતી નજરેઃ FY23 vs FY22 વીજ મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ કાર્યરત મુન્દ્રા થર્મલ પ્લાન્ટમાં ઊંચી ઉપલબ્ધતા, વિતરણ કંપનીઓમાં ઊચ્ચ વૃધ્ધિ અને રીન્યુએબલ પોર્ટફોલિયોમાં મજબૂત વધારાને કારણે કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 42,576 કરોડથી 32% વધીને રૂ. 56,033 કરોડ થઈ હતી.
મુન્દ્રા પ્લાન્ટમાં ઓછી ખોટ અને રીન્યુએબલ્સમાં ક્ષમતા વધારાને કારણે કોન્સોલિડેટેડ EBITDA FY22માં રૂ. 8192 કરોડથી વધીને રૂ. 10,068 કરોડ થઈ હતી.
તમામ બિઝનેસ ક્લસ્ટર્સમાં વધુ સારી કામગીરીને કારણે કોન્સોલિડેટેડ PAT રૂ. 2156 કરોડથી 77% વધીને રૂ. 3810 કરોડ થયો હતો. ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે, “અમને એ જાહેર કરતા ખુશી થાય છે કે ટાટા પાવરે FY23માં તમામ બિઝનેસ ક્લસ્ટર્સ-જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીન્યુએબલ્સમાં મજબૂત વૃધ્ધિ સાથે સુંદર કામગીરી કરી છે. ઉર્જાની વધતી જતી જરૂરિયાતને કારણે અમે મજબૂત ગતિ જાળવી શક્યા છીએ અને અમે વિશ્વાસપાત્ર અને ગુણવત્તાસભર ઊર્જાની રાષ્ટ્રની માંગ પૂરી કરવા પ્રતિબધ્ધ છીએ.
અમારા ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસે ખૂબ સુંદર કામગીરી કરી છે, જે ઓડિશા ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં AT& C લોસમાં સતત ઘટાડો અને અમારી મુંબઇ, દિલ્હી અને ઓડિશા ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓની ઊંચી કામગીરી પરથી ફલિત થાય છે.
અમારા રીન્યુએબલ એનર્જી બિઝનેસે EPC, યુટિલિટી સ્કેલ અને રૂફટોપ વર્ટિકલ્સમાં નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે અને ભારત દ્વારા ગ્રીન એનર્જીમાં રૂપાંતરણમાં આગેવાની લેવા માટે સુસજ્જ છે. અમે અમારા રીન્યુએબલ બિઝનેસમાં રૂ. 4,000 કરોડ (525 મિલિયન ડોલર)નું મૂડી રોકાણ પૂરું કર્યું છે, જે વૈશ્વિક સ્તરે રીન્યુએબલ બિઝનેસમાં સૌથી મોટાં બિઝનેસ વેલ્યુ અનલોકમાંનું એક છે. આને કારણે અમે વૃધ્ધિનાં આગામી તબક્કાને વેગ આપી શકીશું. અમે અમારા ઈવી ચાર્જિંગ બિઝનેસમાં પણ હરણફાળ પ્રગતિ કરી છે અને 350થી વધુ શહેરો અને નગરોમાં હાજરી સાથે દેશમાં સૌથી મોટાં નેટવર્ક તરીકે ઊભરી આવ્યા છીએ.
ટાટા પાવર ખૂબ ઝડપથી ન્યૂ-એજ સસ્ટેનેબલ ટેકનોલોજી કેન્દ્રી અને ગ્રાહક-કેન્દ્રી ગ્રીન એનર્જી સોલ્યુશન કંપનીમાં પરિવર્તિત થઈ રહી છે, જેમાં ભાવિ વૃધ્ધિ માટે અંકુશિત અને બિનઅંકુશિત બિઝનેસનું તંદુરસ્ત મિશ્રણ છે.”
સોલર અને હાઇબ્રિડમાં રીન્યુએબલ બિઝનેસને 1.6 GW ક્ષમતાનો ઓર્ડર
TPSSLને રાજસ્થાનમાં NLC ઇન્ડિયા લિમિટેડ પાસેથી 300 MW સોલર પ્રોજેક્ટ સ્થાપવા માટે રૂ. 1,755 કરોડનો લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો.
ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન લિમિટેડ (TPDDL) ને ગ્રીન શૂ ઓપ્શનની કવાયત બાદ 255 MW હાઇબ્રિડ ઓર્ડર મળ્યો છે. આ Q3 FY23 માં મળેલા 255 MW ઓર્ડરનું એક્સ્ટેન્શન છે.
ટાટા પાવર રીન્યુએબલ્સને MSEDCL માટે સોલાપુર, મહારાષ્ટ્રમાં 200 MW સોલર પીવી પ્રોજેક્ટ સ્થાપવા લેટર ઓફ એવોર્ડ મળ્યો છે.
ટીપી સૌર્યા લિમિટેડે કર્ણાટકમાં SECI સાથે 600 MW વિન્ડ સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ સ્થાપવા પીપીએ કર્યો છે.
4 GWની વૈવિધ્યીકરણ ધરાવતી યુટિલિટી સ્કેલ ઓર્ડર બુકનુ મૂલ્ય રૂ. 17,468 કરોડ.
રૂફટોપ સોલર ઓર્ડર બુક રૂ. 1,900 કરોડ. Q4FY23માં રૂ. 1600 કરોડનાં ઓર્ડર સાથે મજબૂત વૃધ્ધિ અને અને બિલિંગનો આંક રૂ. 1,000 કરોડને પાર કરી ગયો.
ટીપી સોલર લિમિટેડને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમના બીજા તબક્કા હેઠળ 4 GW ઉત્પાદન ક્ષમતા સ્થાપવા રૂ. 383 કરોડનાં મૂલ્યનાં પ્રોત્સાહનો માટે લેટર ઓફ એવોર્ડ મળ્યાં.
ટાટા પાવર રીન્યુએબલ એનર્જી લિમિટેડમાં મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપની સહિતનાં બ્લેકરોકની આગેવાની હેઠળનાં કોન્સોર્ટિયમ દ્વારા રૂ. 4,000 કરોડ (525 મિલિયન ડોલર)નું મૂડી રોકાણ પૂરું કર્યું.
આ રોકાણથી 2022માં સ્થાપવામાં આવેલા ભારતનાં સંપૂર્ણ રીન્યુએબલ એનર્જી પ્લેટફોર્મની વૃધ્ધિ માટે ભંડોળ મળશે.
TPSSLએ કુલ 98,000થી વધુ પમ્પ સ્થાપ્યા.
ફેસિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં ક્લિન અને સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા માટે ટાટા પાવર રીન્યુએબલ્સ અને ISS ઇન્ડિયાએ જોડાણ કર્યું. આ ભાગીદારી ISS ઇન્ડિયાના ગ્રાહકો માટે ઈવી ચાર્જિંગ પોઇન્ટ્સ સહિતનાં રૂફટોપ અને ઓપન એક્સેસ સોલ્યુશન્સ ઓફર કરી શકાશે.
ટાટા પાવર EZ ચાર્જએ 350 નગર અને શહેરોમાં 3,778 જાહેર અને ખાનગી ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સ, 39,000થી વધુ ઘરો અને 234 બસ ચાર્જિંગ પોઇન્ટ્સને ઊર્જા આપી.
ભારતીય લશ્કર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-કોલકતા, ડીએલએફ, વેવ, પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ સાથે તેમનાં સ્થાનોએ ઇવી ચાર્જિંગ પોઇન્ટસ સ્થાપવા માટે જોડાણ કર્યું.
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા વીજ મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા 11મા વાર્ષિક ઇન્ટીગ્રેટેડ રેટિંગ્સમાં ટાટા પાવર ડિસ્કોમ્સને ઊચ્ચ ગ્રેડ મળ્યો. ટાટા પાવર મુંબઇ અને ટીપી વેસ્ટર્ન ઓડિશા ડિસ્કોમ્સને A+ રેટિંગ અને TPDDL & TP સાઉથ ઓડિશા ડિસ્કોમ્સને A રેટિંગ મળ્યું.
ઓડિશા, દિલ્હી અને મુંબઇમાં ટાટા પાવર ડિસ્કોમ્સમાં કુલ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન્સે 5,10,000નો આંક વટાવ્યો.
ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યુશન લિમિટેડ (TPDDL) અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ રૂ. 150 કરોડનાં (18.2 મિલિયન ડોલર સમકક્ષ) નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ સબસ્ક્રાઇબ કરવા સમજૂતિ કરી.આનાથી ગ્રિડ એન્હાન્સમેન્ટ દ્વારા દિલ્હીના વીજ વિતરણને વેગ મળશે અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ની ખરીદી અને ઇન્ટીગ્રેશન માટે વધારાની બે મિલિયન ડોલરની ગ્રાન્ટ આપી શકાશે.
TPDDL એ દિલ્હીમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનાં પાવર ડિજિટાઇઝેશન અને ઓટોમેશન માટે ઇનેલ ગ્રૂપ સાથે જોડાણ કર્યું
ટાટા પાવર ઓડિશાની તમામ ચાર ડિસ્કોમ્સને IMS સર્ટિફિકેશન 9001:2015, 14001:2015, 45001:2018 મળ્યાં.
ટાટા પાવરે બ્લોકચેઇન આધારિત ડિજિટલ ટ્રેડ ફાઇનાન્સ નેટવર્ક માટે કોન્ટોર સાથે ભાગીદારી કરી.
ટાટા પાવર ESG રેટિંગ્સ અપગ્રેડ-
o MSCI પાસેથી BBB ESG રેટિંગ મળ્યું
o એપ્રિલ 2022માં સસ્ટેનાલિટિક્સ ESG રિસ્ક રેટિંગ 41.2 હતું, જે એપ્રિલ 2023માં 40.9 થયું
FY23માં કંપનીની સીએસઆર પ્રવૃત્તિઓને કારણે આશરે 37.15 લાખ લોકોનાં જીવનમાં સુધારો
ટાટા પાવર અને ટાટા એલેક્સીએ ભારતનાં પ્રથમ બ્રિડજિટલ ઓટિઝમ સપોર્ટ નેટવર્ક-પેઓટેન્શન હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ વિક્સાવવા ભારત સરકાર સાથે જોડાણ કર્યું.
ટાટા પાવરની ઊર્જા પહેલ ઇન્ટીગ્રેટેડ મોડલ દ્વારા STEM એજ્યુકેશનથી મજબૂત સ્થાનિક જાહેર સંસ્થાઓને પ્રોત્સાહન આપશે. આ પહેલથી ભારતભરમાં 32,000 વિદ્યાર્થીઓને આવરી લેતી આશરે 250 સરકારી શાળાઓ પર અસર પડશે.
‘અધિકાર’ પહેલ હેઠળ ટાટા પાવરના પ્રયત્નોથી સરકારની યોજનાઓ હેઠળ સાંકળીને રૂ. 180 કરોડ મેળવવામાં આવ્યા, જેનાંથી 12 રાજ્યોનાં 80 જિલ્લામાં 6.5 લાખ લોકોને લાભ થયો. પુરસ્કારો અને સન્માન એસએન્ડપી ગ્લોબલ રેટિંગે સ્ટેબલ આઉટલુક સાથે કોન્સોલિડિટેડ ક્રેડિટ રેટિંગને BBથી અપગ્રેડ BB+ કરીને કર્યું.
ટાટા પાવરને KPMG ઇન્ડિયા એક્સલન્સ ESG એવોર્ડ મળ્યો
સ્માર્ટ ગ્રિડ ઇન્ડેક્સ 2022 (સિંગાપોર પાવર દ્વારા હાથ ધરવામાં આવ્યો)માં ટોચની 25 યુટિલિટીઝમાં TPDDL પ્રથમ ભારતીય યુટિલિટી બની. આ ઇન્ડેક્સમાં 39 દેશો / બજારોમાંથી 94 યુટિલિટીઝની યાદી બનાવવામાં આવી હતી.
મુંબઇ ટ્રાન્સમિશનને CBIP તરફથી ‘બેસ્ટ ટ્રાન્સમિશન યુટિલિટી ઇન ઇન્ડિયા’નો એવોર્ડ મળ્યો.
ઇકોનોમિક ટાઇમ્સ હ્યુમન કેપિટલ એવોર્ડ્સ ખાતે TPNODL ને ‘એક્સલન્સ ઇન ચેઇન્જ મેનેજમેન્ટ’ માટે ગોલ્ડ એવોર્ડ મળ્યો.
એશિયન પાવર એવોર્ડ્સ 2022 ખાતે ટાટા પાવર પ્રોજેક્ટ “CFIP – વોટર ઇનહિબિટર કેબલ જોઇન્ટિંગ કિટ”ને ‘ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ ઓફ ધ ઇયર’ કેટેગરી હેઠળ બ્રોન્ઝ એવોર્ડ પ્રાપ્ત થયો.
TPDDL એ લાઇનમેનનાં નિઃસ્વાર્થ પ્રદાનની કદર કરવા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીનાં નેજા હેઠળ અનોખી પહેલ લાઇનમેન દિવસ મનાવવાનું શરૂ કર્યું.
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.