ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની ટીમ ઈન્ડિયા, આખરે 27 વર્ષની રાહનો અંત આવ્યો
ભારતીય ક્રિકેટ ટીમે મોહાલી વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રણેય ફોર્મેટમાં નંબર 1નું સ્થાન હાંસલ કર્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 27 વર્ષનો ઈંતજાર પણ ખતમ કરી દીધો છે.
IND vs AUS 1st ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 49મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગઈ છે. એટલું જ નહીં ભારતીય ટીમ હવે આ રમતના ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બની ગઈ છે.
આ મેચમાં મોહમ્મદ શમીએ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ સામે 5 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ટીમને 276 રન સુધી રોકી દીધી હતી. શમીએ મિચેલ માર્શ (4), સ્ટીવ સ્મિથ (41), માર્કસ સ્ટોઇનિસ (29), મેથ્યુ શોર્ટ (2) અને શોન એબોટ (2)ની વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 52 રન બનાવ્યા હતા. જ્યારે જોશ ઈંગ્લિશ 45 રનની ઈનિંગ રમ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા માટે ઈનિંગની શરૂઆત કરવા આવેલા શુભમન ગિલ (74) અને રૂતુરાજ ગાયકવાડે (71) શાનદાર અર્ધસદી ફટકારી હતી. આ સિવાય કેએલ રાહુલે અણનમ 58 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 50 રનની ઇનિંગ રમી હતી.
બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની સફર ચાઈના માસ્ટર્સ સુપર 750ના બીજા રાઉન્ડમાં સમાપ્ત થઈ. સિંધુને સિંગાપોરની ખેલાડી સામે ત્રણમાંથી 2 સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સામે 1-0થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે.
જેનિક સિનરે વર્ષનું તેનું આઠમું ટાઇટલ જીતીને અને તેની પ્રથમ વખતની નિટ્ટો એટીપી ફાઇનલ્સ ટ્રોફી જીતીને તેની 2024ની નોંધપાત્ર સિઝનને સમાપ્ત કરી. ઇટાલિયન સ્ટારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટેલર ફ્રિટ્ઝને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો