ધ બુડલ્સમાં ટેનિસ સ્ટાર મેળો, નીતા અંબાણીએ પ્રથમ રિલાયન્સ ફાઉન્ડેશન ESA કપ રજૂ કર્યો
ભારત બહાર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સપોર્ટેડ 'એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ' માટેનો આ પહેલો એવોર્ડ છે
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ સ્ટોક પાર્ક, બકિંગહામશાયર ખાતે બૂડલ્સ ટેનિસ ઈવેન્ટમાં ડિએગો શ્વાર્ટઝમેનને રિલાયન્સ ફાઉન્ડેશન ESA કપ અર્પણ કર્યો. બૂડલ્સ ટેનિસ ઈવેન્ટને વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ પહેલા એક મહાન પ્રેક્ટિસ ટેનિસ ઈવેન્ટ ગણવામાં આવે છે.
સ્ટોક પાર્ક ખાતે રમાતી ટેનિસ ઈવેન્ટ તેની 19મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તે 27 જૂન - 1 જુલાઈ 2023 વચ્ચે રમાશે. રિલાયન્સ ફાઉન્ડેશન ESA કપના ઈનામો 5 દિવસ સુધી ચાલનારી ટેનિસ ઈવેન્ટમાં દરરોજ આપવામાં આવશે.
ટેનિસ ઈવેન્ટના પ્રથમ દિવસે, રિલાયન્સ ફાઉન્ડેશનના નીતા અંબાણીએ વિજેતા ડિએગો શ્વાર્ટઝમેનને પ્રથમ રિલાયન્સ ફાઉન્ડેશન ESA કપ અર્પણ કર્યો હતો.તેમણે UKના બકિંગહામશાયર સ્થિત Action4Youthને ફંડ પણ આપ્યું હતું. Action4Youth ટુડેના વિજેતા ડિએગો શ્વાર્ટઝમેનના હૃદયની નજીક છે.
આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું, “અહીંનું વાતાવરણ અદ્ભુત છે. અમે કેટલાક મહાન ટેનિસ જોવા મળી. રમતની સાથે સખાવતી સેવા કરવાની તકે તેને વધુ અર્થપૂર્ણ બનાવી છે. હું તમામ યુવાનોને શુભકામનાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ તેમની પસંદગીની કોઈપણ રમતમાં ભાગ લે અને પોતાના માટે અને તેમની આસપાસના લોકો માટે ઉત્સાહ, વિશ્વાસ અને સકારાત્મક વલણ લાવે."
બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની સફર ચાઈના માસ્ટર્સ સુપર 750ના બીજા રાઉન્ડમાં સમાપ્ત થઈ. સિંધુને સિંગાપોરની ખેલાડી સામે ત્રણમાંથી 2 સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સામે 1-0થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે.
જેનિક સિનરે વર્ષનું તેનું આઠમું ટાઇટલ જીતીને અને તેની પ્રથમ વખતની નિટ્ટો એટીપી ફાઇનલ્સ ટ્રોફી જીતીને તેની 2024ની નોંધપાત્ર સિઝનને સમાપ્ત કરી. ઇટાલિયન સ્ટારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટેલર ફ્રિટ્ઝને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો