રશ્મિકા મંદન્નાનો ડીપ ફેક વીડિયો બનાવનાર વ્યક્તિ ઝડપાયો, આંધ્રપ્રદેશ પોલીસે ધરપકડ કરી
થોડા મહિના પહેલા સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાના એક ડીપફેક વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ સરકારે કડકતા દાખવવાની વાત કરી હતી. હવે આ મામલે એક નવું અપડેટ આવ્યું છે. પોલીસે રશ્મિકાના નકલી વીડિયો બનાવનારાની ધરપકડ કરી છે.
આજે દુનિયા ઈન્ટરનેટથી સારી રીતે વાકેફ છે અને તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ કેટલાક લોકોએ તેનો દુરુપયોગ પણ શરૂ કરી દીધો છે. આવો જ એક શબ્દ છે ડીપફેક. આ નામ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પુષ્પા ફિલ્મ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદન્નાના એક અશ્લીલ વીડિયો વાયરલ થયો. જ્યારે મામલાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે એડિટેડ વીડિયો હતો અને ડીપફેક હતો. મતલબ કે કોઈનો ચહેરો કોઈ બીજાના શરીરમાં મૂકવામાં આવ્યો હતો. આ પછી હોબાળો મચી ગયો હતો. તેની સામે સરકારે કડક સૂચના પણ આપી છે. હવે આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રિપોર્ટ્સનું માનીએ તો પોલીસે રશ્મિકા મંદન્નાનો આ ડીપફેક વીડિયો બનાવનાર આરોપીને પકડી લીધો છે. તેની આંધ્રપ્રદેશમાં ધરપકડ કરવામાં આવી છે. મામલો નવેમ્બર 2023નો હતો. વીડિયો વાઈરલ થયા બાદ, આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતાની કલમ 465, 469, 66 c અને 66 e હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
વીડિયોની વાત કરીએ તો આ વીડિયો બ્રિટિશ-ભારતીય પ્રભાવક ઝરા પટેલનો છે. જ્યારે ઝરા પટેલને પોતે આ અંગે જાણ થઈ તો તેણે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આમાં તેનો કોઈ હાથ નથી. ખુદ રશ્મિકા મંદન્નાએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
રશ્મિકા મંદન્ના વિશે વાત કરીએ તો તે દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી છે. તે ઘણી ફિલ્મોનો હિસ્સો રહી ચુકી છે અને ઓછા સમયમાં જ તેણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા અભિનેત્રી માટે તેના કરિયરમાં મોટો બ્રેક સાબિત થઈ. આ ફિલ્મે તેમને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા અપાવી. તે સોશિયલ મીડિયા પર સાઉથની સૌથી વધુ ફોલો કરવામાં આવતી અભિનેત્રીઓમાંની એક છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 43 મિલિયન ફોલોઅર્સ છે.
'પુષ્પા 2'ના દિગ્દર્શક સુકુમારના ઘરે આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. આ મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અક્ષય કુમાર, વીર પહાડિયા અને સારા અલી ખાનની આગામી ફિલ્મ સ્કાય ફોર્સનું મંગળવારે દિલ્હીમાં ખાસ સ્ક્રીનિંગ થયું હતું, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને અન્ય ઉચ્ચ લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા
પીઢ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપી હતી, અને આ ઘટનાને આધ્યાત્મિક અને પરિવર્તનશીલ અનુભવ ગણાવ્યો હતો