ઉબર કેમ્પર ક્રિકેટપ્રેમીઓ માટે ભારત વિ. પાકિસ્તાનની ક્રિકેટ મેચનો દિવસ યાદગાર બનાવશે
ઉબર પ્રસ્તુત કરે છે કેમ્પર - સૌથી વધુ આતુરતાથી જે ક્રિકેટ મેચની રાહ જોવાઈ રહી છે તેના માટે લિમિટેડ-એડિશન સર્વિસ કે જે ચાહકોને મફતમાં એક યાદગાર અને રોમાંચક રોકાણ માટે જગ્યા બુક કરવાની તક પૂરી પાડશે! 14 ઓક્ટોબરે આગામી વન-ડે વર્લ્ડ કપ 2023ના ભાગરૂપે ભારત અને પાકિસ્તાન વચ્ચેના અભૂતપૂર્વ ક્રિકેટ મુકાબલાની તૈયારી કરી રહેલા ક્રિકેટ ચાહકો માટે ઉબર પાસે ખાસ સરપ્રાઈઝ છે.
ઉબર પ્રસ્તુત કરે છે કેમ્પર - સૌથી વધુ આતુરતાથી જે ક્રિકેટ મેચની રાહ જોવાઈ રહી છે તેના માટે લિમિટેડ-એડિશન સર્વિસ કે જે ચાહકોને મફતમાં એક યાદગાર અને રોમાંચક રોકાણ માટે જગ્યા બુક કરવાની તક પૂરી પાડશે! 14 ઓક્ટોબરે આગામી વન-ડે વર્લ્ડ કપ 2023ના ભાગરૂપે ભારત અને પાકિસ્તાન વચ્ચેના અભૂતપૂર્વ ક્રિકેટ મુકાબલાની તૈયારી કરી રહેલા ક્રિકેટ ચાહકો માટે ઉબર પાસે ખાસ સરપ્રાઈઝ છે.
સૌથી અપેક્ષિત મેચ માટે મેચની ટિકિટો મેળવવા માટેનો જોરદાર ધસારો પૂરો થયા પછી, ચાહકો યજમાન શહેર અમદાવાદમાં રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે કારણ કે શહેરમાં હોટેલના બધા રૂમ્સ બુક થઈ ગયા છે. જેમ-જેમ આ મેચનો દિવસ નજીક આવે છે, તેમ-તેમ ઘણા ક્રિકેટ પ્રેમીઓ મેચ વીકએન્ડ માટે રોકાવાના વિકલ્પો શોધવા માટે દોડધામ કરી રહ્યા છે અને ખૂબ જ ઊંચી કિંમતે કામચલાઉ બ્રેડ-એન્ડ-બ્રેકફાસ્ટ જગ્યાઓથી માંડીને હોસ્પિટલના બેડ્સ બુક કરવા સુધીની પસંદગીઓ શોધી રહ્યા છે.
ઉબરની અજોડ ઓફર હોટેલ બુકિંગ બ્લૂઝને મ્હાત કરવા તથા નજીક આવી રહેલી મેચની તારીખ માટે શ્રેષ્ઠ આનંદ અને ઝંઝટ મુક્ત અનુભવ પૂરો પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ઉબર કેમ્પરમાં રોકાણ જીતવા માટે - ઉબરે 4-7 ઓક્ટોબર દરમિયાન એક સોશિયલ મીડિયા કોન્ટેસ્ટ શરૂ કરી છે જ્યાં ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાને કેવી રીતે સમર્થન આપવાનું આયોજન કર્યું છે તેની વિગતો સાથે પ્લેકાર્ડ ધરાવતા તેમના ફોટો પોસ્ટ કરવાના રહેશે. તેઓ તેમની સ્ક્વોડને ટેગ કરી શકે છે - વધુમાં વધુ 3 મિત્રો અથવા પરિવારના સભ્યો કે જેઓ તેમની સાથે અમદાવાદમાં ભારત વિ. પાકિસ્તાન મેચ માટે જોડાઈ રહ્યા છે અને @UberIndiaને ટેગ કરવાનું રહેશે. પ્રાપ્ત થયેલી એન્ટ્રીઓમાંથી, ઉબર 8 ઓક્ટોબરના રોજ પસંદગીના નસીબદાર વિજેતાઓની જાહેરાત કરશે. દરેક વિજેતાને ઉબર એપમાંથી જ તેમના એક્સક્લુઝિવ #UberCamperને રિઝર્વ કરવાનો વિકલ્પ મળશે અને તેમની રહેવાની તમામ ચિંતાઓ ક્લીન-બોલ્ડ થશે!
એક યાદગાર અને રોમાંચક સ્ટે-ઓન-વ્હીલ્સ #UberCamper ને મેચ સ્થળની નજીક રાખવામાં આવશે જેથી ચાહકો આ મહત્વના દિવસ પર ધ્યાન આપી શકે.
ઉબર ઈન્ડિયા અને સાઉથ એશિયાના માર્કેટિંગ હેડ અમેયા વેલંકરે જણાવ્યું હતું કે, “સમગ્ર ઉપખંડમાં ભારત-પાકિસ્તાનની ટક્કર કરતાં ક્રિકેટની કોઈ મોટી ક્ષણ નથી અને ઉબરમાં અમે એવા ચાહકોને બતાવવા માંગીએ છીએ જેઓ તેમની ટીમને સપોર્ટ કરવા માટે એક કદમ આગળ વધી રહ્યા છે. #IndiaKiRide તરીકે અમે #UberCamperને અમદાવાદ લાવવા માટે રોમાંચિત છીએ જેથી કરીને ટીમ ઈન્ડિયાના પ્રખર ચાહકો તેમની રહેઠાણની ચિંતાઓ અમારા પર છોડીને તેમની ટીમનો ઉત્સાહ વધારવા પર ધ્યાન આપી શકે. અમે એક યાદગાર રાઈડ માટે #UberCamper પર ક્રિકેટ પ્રેમીઓનું સ્વાગત કરવા માટે ખૂબ જ આતુર છીએ.”
હરિફાઈના વિજેતાઓ 13-15 ઓક્ટોબર સુધી #UberCamper રિઝર્વ કરી શકશે અને દરેક #UberCamper 4 લોકો સુધીની ક્ષમતા ધરાવે છે જેને વિજેતા સાથે લાવવાનું નક્કી કરી શકે છે.
ભારત વિ. પાકિસ્તાન મેચ માટે મેચની માન્ય અને કન્ફર્મ ટિકિટ હોવી એ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટેની પૂર્વશરત છે. વિજેતા 3 જેટલા મિત્રો અથવા કુટુંબના સભ્યો તેની સાથે ઉબર કેમ્પરમાં રહી શકે છે - આ સભ્યો પાસે મેચની ટિકિટ પણ હોવી જોઈએ.
જો કોઈ કોન્ટેસ્ટનો વિજેતા મેચ માટે એકલો મુસાફરી કરી રહ્યો હોય અથવા તેની સાથે 3 કરતા ઓછા લોકો હોય, તો તે અન્ય લોકો સાથે રોકાણ શેર કરી શકશે નહીં અથવા રોકાણને ટ્રાન્સફર કરી શકશે નહીં અથવા રોકાણ અન્ય કોઈને વેચી શકશે નહીં.
સોશિયલ મીડિયા કોન્ટેસ્ટ 4 ઓક્ટોબર 2023ના રોજ સવારે 9:00 વાગ્યાથી 7 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે.
ઉબર કેમ્પર્સની સંખ્યા મર્યાદિત છે - પ્રાપ્ત એન્ટ્રીઓમાંથી ઉબર 8 ઓક્ટોબર 2023ના રોજ વિજેતાઓની જાહેરાત કરશે.
વિજેતાઓને 13 ઓક્ટોબરથી 15 ઓક્ટોબરની વચ્ચે #UberCamperની એક્સેસ મળશે. વિજેતાઓએ અમદાવાદની પોતાની મુસાફરી/ફ્લાઇટની વ્યવસ્થા કરવાની રહેશે.
https://drive.google.com/drive/folders/1va_uQeDc1jWJJX7MK5fxBfw9zHjtwGWy?usp=sharing
https://www.instagram.com/reel/Cx9jI_culfA/?igshid=NjIwNzIyMDk2Mg%3D%3D
https://x.com/Uber_India/status/1709409816089944509?s=20
IIT JAM 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સમાચારમાં નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.