ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોએ બાકી ઈ-મેમા તા.૧૩ મે - ૨૦૨૩ સુધી ભરી દેવા તાકીદ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરા દ્વારા આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું તા. ૧૩.૦૫.૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું
વડોદરા : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરા દ્વારા આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું તા. ૧૩.૦૫.૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેર ખાતે સીસીટીવી કંટ્રોલરૂમ ઘ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.
વડોદરા શહેરમાં કુલ-૨૮,૫૯૦ વાહનચાલકોના અંદાજે રૂ.૧,૩૩,૦૦,૧૦૦/- રકમનાં ઈ-મેમા પડતર છે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે. આ ઈ-ચલણ ઓન લાઈન
(WWW.VADODARAECHALLAN.CO.IN) તથા ઓફ લાઈન માધ્યમથી પોલીસ ભવન આસાન કેન્દ્ર, નાયબ પોલીસ કમિશનરની કચેરી, કારેલીબાગ, વડોદરા તથા તા.૦૮/૦૫/૨૦૨૩ થી તા.૧૩/૦૫/૨૦૨૩ સુધી ફૂન્ટ ઓફીસ, જિલ્લા ન્યાયાલય, દિવાળીપુરા, વડોદરા ખાતે ભરી શકાશે. વડોદરા શહેર ટ્રાફીક પોલીસ, સંભવ ઈનીસેટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વડોદરા સાથે મળી રૂબરૂ તથા ટેલીફોનીક માઘ્યમથી આ ઈ-ચલણ ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી. ઈ.મેમો ભરવાનો બાકી હોય તેવા વાહનચાલકોને લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યાદીમાં જણાવાયું છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી