વેદાંતાને ઝામ્બિયન કોપર એસેટ કેસીએમ માટે પુનઃસ્થાપિત કરાયું
વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (“વેદાંતા”)એ આજે જાહેર કર્યું હતું કે રિપબ્લિક ઓફ ઝામ્બિયા સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ કોંકોલા કોપર માઇન્સ (“કેસીએમ”)ની માલીકી અને સંચાલન કંપનીને પરત સોંપવામાં આવ્યું છે.
વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (“વેદાંતા”)એ આજે જાહેર કર્યું હતું કે રિપબ્લિક ઓફ ઝામ્બિયા સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ કોંકોલા કોપર માઇન્સ (“કેસીએમ”)ની માલીકી અને સંચાલન કંપનીને પરત સોંપવામાં આવ્યું છે. કેસીએમની વિશ્વસ્તરીય એસેટમાં 16 મિલિયન ટન કોપરનો ભંડાર અને સંસાધન છે. તેનું કોપર ગ્રેડ 2.3 ટકા છે, જે વૈશ્વિક સરેરાશ 0.4
ટકાથી ઘણું અનુકૂળ છે. કેસીએમ કોપરમાં વર્ટિકલી ઇન્ટિગ્રેટ કરવાની વેદાંતાની રણનીતિ માટે મહત્વપૂર્ણ બની રહેશે, જે ડીકાર્બનાઇઝિંગ વિશ્વની એનર્જી ટ્રાન્ઝિશનની જરૂરિયાતો માટે ખૂબજ આવશ્યક છે.
કેસીએમનું સંચાલન વેદાંતાને પુનઃસોંપવા વિશે ખાણ અને ખનિજ વિકાસ મંત્રી પૌલ કાબુસ્વેએ કહ્યું હતું કે, “વેદાંતા બહુમતી શેરધારક તરીકે કેસીએમની કામગીરીને ચલાવવા અને તેને પુનર્જીવિત કરવા માટે પરત ફરશે.” કેસીએમમાં 79.4 ટકા હિસ્સેદારી સાથે બહુમતી શેરધારક તરીકે વેદાંતાને પુનઃસામેલ કરવું એ ભારત માટે પણ મહત્વપૂર્ણ પગલું છે કે જ્યારે એનર્જી ટ્રાન્ઝિશન ટેક્નોલોજી માટે એક મહત્વપૂર્ણ ખનિજ એવાં કોપર માટે દેશની માગ દર વર્ષે આશરે 25 ટકા વધી રહી છે. સુરક્ષિત સપ્લાય ચેઇન માટે કોપરથી સમૃદ્ધ ઝામ્બિયામાં ભારતની માલીકીની અને સંચાલિત એસેટ ખૂબજ મહત્વપૂર્ણ છે. કેસીએમ ખાતે ઊંડા ભૂગર્ભ ખાણકામ માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી ભારતમાં પણ મોટાપાયે કોપરના ખાણકામ માટે ગોઠવી શકાય તેમ છે. હાલમાં ભારત કોપર કોન્સન્ટ્રેટ માટે 90 ટકા આયાત ઉપર તથા ફિનિશ્ચડ કોપર માટે આયાત ઉપર 40 ટકા નિર્ભર છે.
તેની સાથે હવે વેદાંતા ભારતમાં ડાઉનસ્ટ્રીમ કામગીરી સાથે કેસીએમના વિશ્વકક્ષાના અપસ્ટ્રીમ ઉત્પાદનને સાંકળીને સંપૂર્ણ સંકલિત રીતે દેશની આ જરૂરિયાતો પૂરી કરવા માટે આદર્શ સ્થિતિમાં રહેશે. વેદાંતા રિસોર્સિસના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, “કેસીએમ ખાતે વેદાંતાને પુનઃસ્થાપિત કરવાના રિપબ્લિક ઓફ ઝામ્બિયા સરકારના નિર્ણયનું હું સ્વાગત કરું છું. અમે વર્ષ 2004થી કેસીએમ માટે કટીબદ્ધ છીએ અને અમારું માનવું છે કે તે અમારા પોર્ટફોલિયોમાં એક મૂલ્યવાન સંપત્તિ છે. ભવિષ્યની ટેક્નોલોજી માટે કોપર એક નિર્ણાયક ખનિજ છે. વેદાંતા કોપરનું સૌથી એકીકૃત ઉત્પાદક બનશે અને ભારતની ઝડપથી વૃદ્ધિ સાધતી માગને પૂર્ણ કરશે તેમજ ઝામ્બિયાને વિશ્વમાં કોપરનું અગ્રણી ઉત્પાદક પણ બનાવશે. હું પ્રેસિડેન્ટ હકાઇન્ડે હિચિલેમાના સક્રિય અને પ્રગતિશીલ નેતૃત્વ તથા ઝામ્બિયાના હીતોને પ્રાથમિકતા આપવા બદલ આભાર વ્યક્ત કરું છું.”
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.