ફોક્સવેગન ઈન્ડિયાએ Taigun and Virtusના GT Edgeના લિમિટેડ કલેક્શન અને નવા વેરિઅન્ટ્સની કિંમતો જાહેર કરી
ફોક્સવેગન Taigun પર પરફોર્મન્સ લાઈન સ્ટ્રક્ચરને મજબૂત બનાવતા, તે હવે બે નવા વેરિઅન્ટ ઓફરિંગ્સ સાથે ઉપલબ્ધ છે - Taigun GT Plus manual transmission અને GT DSG.
ડાયનામિક (1.0l TSI એન્જિન) અને પરફોર્મન્સ લાઇન (1.5l TSI EVO એન્જિન)માં 9 વેરિઅન્ટ ઓફરિંગ્સ સાથે હવે Taigun દરેક ગ્રાહક માટે ઉપલબ્ધ છે.
ભારત - ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાએ આજે ઈન્ડિયા 2.0 કારલાઈન – Taigun અને Virtus પર તેના નવા વેરિઅન્ટ્સની બજારમાં રજૂઆત તથા ફોક્સવેગન ઈન્ડિયાની વેબસાઈટ દ્વારા લોકપ્રિય GT Edge Limited Collection માટે એક્સક્લુઝિવ ઓનલાઈન બુકિંગની જાહેરાત કરી છે.
GT Edge કારલાઇન્સનું ઉત્પાદન ગ્રાહક બુકિંગ (ફોક્સવેગન ઇન્ડિયા વેબસાઇટ દ્વારા) ના આધારે કરવામાં આવશે અને ડિલિવરી જુલાઈ 2023 થી શરૂ થશે. Taigun અને Virtus પર પર્ફોર્મન્સ લાઇન સૌના માટે સુલભ બનાવીને ફોક્સવેગન ઇન્ડિયા નવા વેરિઅન્ટ્સની રજૂઆત સાથે GT બેજને વધુ ને વધુ લોકો માટે સુગમ બનાવી રહી છે. ગ્રાહકો તરફથી મોટા પ્રમાણમાં માંગના પગલે, ફોક્સવેગન Virtus હવે GT Plus વેરિઅન્ટ પર 6-speed manual transmission સાથે ઉપલબ્ધ છે.
કારલાઇનની પ્રારંભિક કિંમત રૂ. 16.89 લાખ (એક્સ-શોરૂમ) છે. વધુમાં બ્રાન્ડ ભારતની સૌથી સુરક્ષિત SUVW પર બે નવા વેરિઅન્ટ્સ રજૂ કરે છે, ફોક્સવેગન Taigun – GT DSG અને GT Plus manual transmission જે અનુક્રમે રૂ. 16.79 લાખ અને રૂ. 17.79 લાખની પ્રારંભિક કિંમતે (એક્સ-શોરૂમ) ઉપલબ્ધ થશે. આ નવી કાર સાથે, ફોક્સવેગન ઇન્ડિયા સુનિશ્ચિત કરે છે કે દરેક ગ્રાહકની જરૂરિયાતો મુજબ Taigun ઉપલબ્ધ છે અને તેઓ ડાયનામિક (1.0l TSI) અને પર્ફોર્મન્સ લાઇન (1.5l TSI EVO એન્જિન)માં 9 વેરિઅન્ટ ઓફરિંગ્સમાંથી
પસંદ કરી શકે છે.
આ જાહેરાત અંગે ટિપ્પણી કરતાં, ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “એક દાયકાથી વધુ સમયથી ભારતીય ગ્રાહકો GT બેજની માલિકી મેળવવાની આકાંક્ષા ધરાવે છે જે અપ્રતિમ કાર્યક્ષમતા અને શક્તિનું પ્રતિક છે, જે આદર આપે છે. ફન-ટુ-ડ્રાઈવના મજબૂત વારસા સાથે, GT બેજ Taigun અને Virtusની પરફોર્મન્સ લાઇન (1.5l TSI EVO એન્જિન) વેરિઅન્ટ્સ પર રજૂ કરવામાં આવ્યો હતો. આજે, અમે એક પગલું આગળ લઈ જઈ રહ્યા છીએ અને ગ્રાહકોને પસંદ કરવા માટે નવા વેરિઅન્ટ્સ રજૂ કરીને GT બેજને સૌના માટે સુલભ બનાવી રહ્યા છીએ.”
અમર્યાદિત પ્રદર્શનના નવા શેડ્સ, GT Edge Limited Collectionમાં ડીપ બ્લેક પર્લ એક્સટીરીયર બોડી કલરમાં Virtus GT Plus DSG અને GT Plus મેન્યુઅલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડીપ બ્લેક પર્લ અને કાર્બન સ્ટીલ ગ્રે મેટ ફિનિશ એક્સટીરીયરર બોડી કલરમાં Taigun GT Plus DSG અને GT Plus manual પણ ઉપલબ્ધ છે. “ફોક્સવેગન Taigun અને Virtus તેમના સેગમેન્ટમાં મજબૂત પ્રીમિયમ દાવેદારો છે જે એક દોષરહિત ડિઝાઇન, 5-સ્ટાર GNCAP સલામતી રેટિંગ અને ગ્રાહકોને અપ્રતિમ પ્રદર્શન અનુભવ પ્રદાન કરે છે. તેના મજબૂત પ્રમાણપત્રોમાં ઉમેરો કરીને, એક્સક્લુઝિવ GT Edge Limited Collection Taigun અને Virtusનો સ્પોર્ટિયર અવતાર પ્રદાન કરે છે જે રસ્તા પર દમદાર પ્રદર્શન કરશે. તે સ્ટાઈલ અને પર્ફોર્મન્સનું પરફેક્ટ કોમ્બિનેશન છે”, એમ આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું.
Taigun અને Virtus પર નવા વેરિઅન્ટ્સ ભારતના 121 શહેરોમાં 161 સેલ્સ ટચપોઇન્ટ પર ઉપલબ્ધ થશે. જો કે, એક્સક્લુઝિવ GT Edge Limited Collection ફોક્સવેગન ઈન્ડિયાની વેબસાઈટ પર ગ્રાહકો દ્વારા ઓનલાઈન બુકિંગના આધારે બનાવવામાં આવશે.
Taigun અને Virtus પર નવા વેરિઅન્ટ્સ અને GT Edge Limited Collectionની કિંમતો (એક્સ-શોરૂમ)
Taigun GT DSG
16.79 લાખ
GT PLUS MT
17.79 લાખ
Virtus GT Plus MT
16.89 લાખ
Taigun GT Plus MT Deep Black Pearl
17.99 લાખ
GT PLUS MT Carbon Steel Grey
Matte 18.19 લાખ
GT Plus DSG Deep Black Pearl
19.25 લાખ
GT Plus DSG Carbon Steel Grey
Matte 19.45 લાખ
Virtus GT Plus MT Deep Black Pearl
17.09 લાખ
GT Plus DSG Deep Black Pearl
18.76 લાખ
ભારતમાં સૌથી સુરક્ષિત SUV કાર: ભારતમાં ઘણી SUV કાર ADAS સિસ્ટમ સાથે આવે છે, જે અદ્યતન સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે. આ ફક્ત આપણું ડ્રાઇવિંગ વધુ સ્માર્ટ બનાવે છે એટલું જ નહીં પણ સલામતી પણ જાળવી રાખે છે.
Honda-Nissan Merger : જાપાનની બે ઓટોમોબાઈલ કંપનીઓ નિસાન મોટર અને હોન્ડા મોટર ચોક્કસપણે ટૂંક સમયમાં મર્જ થઈ શકે છે. મર્જરના સમાચાર મીડિયામાં આવ્યા બાદ હવે બંને કંપનીઓએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ ડીલ ઘણા રેકોર્ડ બનાવશે...
MG Windsor EVના આગમન સાથે, ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં ટાટા મોટર્સનું સિંહાસન હચમચી ગયું. MG મોટર આવતા વર્ષે પણ આ ગતિ જાળવી રાખવા માંગે છે. 2025માં કંપની કેટલીક નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે, જે ટાટાની ઈલેક્ટ્રિક કારને ટક્કર આપશે. ચાલો જાણીએ કે આવતા વર્ષે MGની કઈ ઈલેક્ટ્રિક કાર લોન્ચ થઈ શકે છે.