વોલ્ટાસે ફ્રેશએર કૂલરની વિશાળ રેન્જ લૉન્ચ કરી
એર કૂલરમાં 4-સાઇડી નવી કૂલિંગ ટેકનોલોજીનું નિદર્શની સાથે ઘણી વિશેષતાઓ...
ભારતના અગ્રણી કૂલિંગ ઉત્પાદનો તથા નં. 1 AC બ્રાન્ડ વોલ્ટાસ, જે ટાટા જૂથની કંપની છે તેણે ફ્રેશએર કૂલર્સની એક નવી વિશાળ શ્રેણી લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. વોલ્ટાસ ફ્રેશએર કૂલરની આ વિશાળ રેન્જમાં અનેકવિધ ફીચરનો સમાવેશ થાય છે જેમ કે, ભેજ સામે સ્માર્ટ હ્યુમિડિટી નિયંત્રણ, પૂર્ણ ઠંડકનો અનુભવ થાય તે માટે 4-સાઇડ હનીકોમ્બ પૅડિંગ, મચ્છરોથી રક્ષણ માટે મોસ્કિટો રેપેલન્ટ, કોઈ ખલેલ વિના ઊંઘ લઈ શકાય તે માટે 7 કલાકનું ટાઇમર, વિશાળ જગ્યામાં કૂલિંગ માટે ટર્બો એર-થ્રો તથા વીજળીનો ઓછો વપરાશ. કોઈ મુશ્કેલી વિના ઑપરેટ કરી શકાય તે માટે વાઈફાઈ કંટ્રોલરથી સજ્જ વોલ્ટાસની ફ્રેશએર કૂલરોની આ નવી રેન્જ ભારતીય એર કૂલર ઉદ્યોગમાં ક્રાંતિ લાવશે.
કૂલરોની વિશાળ રેન્જમાં સામેલ આ નવા ફીચર અલગ અલગ હવામાન માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યા છે. ગ્રાહકો વિવિધ રેન્જમાંથી તેમની જરૂરિયાત અનુસાર જેવી કે, ડેઝર્ટ એર કૂલર, ટાવર કૂલર, પર્સનલ કૂલર, વિન્ડો કૂલર અને રૂમ કૂલરમાંથી પસંદગી કરી શકે છે. આ શ્રેણી પેટા વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.
આ નવી રેન્જના એર કૂલરો લૉન્ચ કરવા અંગે પ્રતિભાવ આપતા વોલ્ટાસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી પ્રદીપ બક્ષીએ જણાવ્યું કે, વોલ્ટાસના ઉત્પાદનોનું મુખ્ય પરિબળ હંમેશાં ઇનોવેશન અને ગ્રાહકોનો સંતોષ રહ્યા છે. અમે મોટાં શહેરો અને નગરોમાં વસતા અમારા ગ્રાહકોની જરૂરિયાત સમજીએ છીએ જેઓ ઉનાળાની ગરમીનો સામનો કરવા એર કૂલર ખરીદે છે. અમે આ ગ્રાહકોને વોલ્ટાસ તરફથી શ્રેષ્ઠ એર કૂલરો આપવા માગતા હતા. ફ્રેશએર કૂલરોની આ નવી રેન્જ કાર્યક્ષમતા, સુગમતા અને હાઈજીન જેવાં આધુનિક ફીચરોથી સજ્જ છે. આ એર કૂલરો સ્માર્ટ હ્યુમિડિટી કંટ્રોલર જેવા ઇન્ટેલિજન્ટ કૂલિંગ સોલ્યુશન્સ ઑફર કરે છે જે ભારતના વિવિધ હવામાન માટે અનુકૂળ છે. એર કૂલર ઉદ્યોગમાં આ ઇનોવેશન્સ લાવવા બાબતે અમે રોમાંચિત છીએ.”
આ ઉનાળામાં વોલ્ટાસે વિવિધ પેટા-શ્રેણીમાં ફ્રેશએર કૂલરના 51 SKU લૉન્ચ કર્યા છે જેવા કે, પર્સનલ, રૂમ, વિન્ડો, ટાવર તથા ડેઝર્ટ એર કૂલરો. વોલ્ટાસ ફ્રેશએર કૂલરોની નવી રેન્જ ભારતમાં તમામ પ્રકારના હવામાન માટે સાનુકૂળ છે અને તેમાં પસંદગીના મોડેલોમાં વિશિષ્ટ ફીચર ઉમેરવામાં આવ્યા છે. આ નવી રેન્જમાં નવા મોડેલો જેવા કે, લાંબા સમય સુધી કૂલિંગ માટે હનીકોમ્બ પૅડ સાથે જેટમૅક્ષ, પાતળી અને કોમ્પેક્ટ ડિઝાઇન સાથે સ્લિમમ, આધુનિક ફિલ્ટ્રેશન ટેકનિક સાથે આલ્ફા ફ્રેશ તથા આઈસ ચેમ્બર સાથે વેલોસિટી વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉનાળામાં વોલ્ટાસના એર કૂલરોની નવી શ્રેણીની સાથે ગ્રાહકોને વિશિષ્ટ અને આકર્ષક ઑફર પણ આપવામાં આવે છે જેમ કે આકર્ષક ડાઉન-પેમેન્ટ વિકલ્પો સાથે ઈએમઆઈ ઑફર, જેથી ગ્રાહકોને ખરીદી કરવામાં રાહત અને સરળતા રહે.
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.