રાજપીપલા ખાતે જળ ઉત્સવ રન દોડનું આયોજન કરાશે
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત લોકોમાં જળ સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા તેમજ નાગરિકો સ્વયંભૂ રીતે સરકારના આવા કાર્યક્રમોમાં સહભાગીદારી સુનિશ્ચિત કરે તેવા ઉમદા આશય સાથે જળ ઉત્સવ રનનું આયોજન.
રાજપીપલા : એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત લોકોમાં જળ સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા તેમજ નાગરિકો સ્વયંભૂ રીતે સરકારના આવા કાર્યક્રમોમાં પોતાની સહભાગીદારી સુનિશ્ચિત કરે તેવા ઉમદા આશય સાથે તા.૧૦/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૭.૩૦ કલાકે જળ ઉત્સવ રનનું આયોજન કરાયું છે. આ જળ ઉત્સવ રન શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલાથી જકાતનાકા સુધીનો રહેશે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિત નગરજનો પણ ઉત્સાહભેર જોડાશે.
ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગ દ્વારા ભારત દેશના ૨૦ જિલ્લાઓની પસંદગી થઈ છે, જેમાંથી એસ્પિરેશન જિલ્લામાં પણ તા. ૨૦ મી નવેમ્બર, ૨૦૨૪ સુધી જળ ઉત્સવ અભિયાનની ઉજવણી કરાશે. તા. ૭ મી નવેમ્બરના રોજ તેજગઢથી પ્રારંભાયેલા આ ૧૫ દિવસીય શૃંખલામાં આવતી કાલે દોડ યોજાશે.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,