ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,વેરાવળ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
નાગરિકોમાં સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓને તેમના
જીવન બચાવનાર રક્ત ભેટ માટે આભાર માનવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ રક્તદાતા દિવસની વૈશ્વિક થીમ દર વર્ષે બદલાય છે. આ વર્ષે રક્ત આપવાની ૨૦ વર્ષની ઉજવણી: આભાર
રક્તદાતાઓની વિષયવસ્તુને આધારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત આપી શકાય અને બ્લડ ટ્રાન્સફ્યૂઝન સરળતાથી કરી શકાય તે
માટેની જાગૃતિ માટે પ્રતિ વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના બ્લડ સેન્ટર ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી
રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવી હતી.
આ અવસરે ઉપસ્થિત અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ અને પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશીએ પણ માનવતાના
આ કાર્યમાં પોતાનું યોગદાન આપતા રક્તદાન કરીને અન્ય લોકો પણ રક્તદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે પોતાનું પુણ્ય કાર્ય અદા કર્યું હતું.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ અંગે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે, જેમાં છેતરપિંડીના બિલિંગ સાથે સંકળાયેલા સંભવિત કૌભાંડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,