મેક્સિકોમાં એક પાર્ટીમાં ત્યારે અંધાધૂંધી મચી ગઈ જ્યારે કેટલાક બંદૂકધારી અચાનક ત્યાં આવી પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ગોળીબારમાં 6 લોકોના મોત થયા હતા અને 26 ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણાની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.