રેલવે ટિકિટ ક્ષમતા વધારીને 2.25 લાખ પ્રતિ મિનિટ કરવાની યોજના, પૂછપરછ કાઉન્ટરો પણ વધશે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં 7,000 કિમીના નવા રેલ ટ્રેક નાખવાનું લક્ષ્ય પણ છે. હાલમાં પ્રતિ મિનિટ લગભગ 25,000 ટિકિટ ઈશ્યુ કરવાની ક્ષમતા છે.
રેલવે ટિકિટ ઈશ્યુ કરવાની ક્ષમતા 25,000 થી વધારીને 2.25 લાખ પ્રતિ મિનિટ અને પૂછપરછ ક્ષમતા 4 લાખથી વધારીને 40 લાખ પ્રતિ મિનિટ કરવાની યોજના બનાવી રહી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં 7,000 કિમીના નવા રેલ ટ્રેક નાખવાનું લક્ષ્ય પણ છે. હાલમાં પ્રતિ મિનિટ લગભગ 25,000 ટિકિટ ઈશ્યુ કરવાની ક્ષમતા છે. અમારું લક્ષ્ય આને વધારીને 2.25 લાખ ટિકિટ પ્રતિ મિનિટ કરવાનું છે.
પૂછપરછ ક્ષમતા પણ ચાર લાખ પ્રતિ મિનિટથી વધારીને 40 લાખ પ્રતિ મિનિટ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે દેશના 2,000 રેલવે સ્ટેશનો પર 24 કલાક 'જન સુવિધા' સ્ટોર્સ ખોલવાની પણ જાહેરાત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં 4,500 કિમી (દિવસ દીઠ 12 કિમી) રેલ્વે ટ્રેક નાખવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
Ola Grocery Launched: ઓલાએ દેશભરમાં ઓલા ગ્રોસરી સર્વિસ શરૂ કરી છે. નવીનતમ સેવા 10 મિનિટમાં તમારા ઘરે આવશ્યક કરિયાણા પહોંચાડશે. ઓલાની નવી ડિલિવરી સેવાનું આગમન ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ માટે પડકાર વધારશે, કારણ કે તેઓ 10 મિનિટ ડિલિવરી સેવા સેગમેન્ટમાં પણ કામ કરે છે.
પાવર ગ્રીડ કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડસઈન્ડ બેંક અને ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર ટોપ લોઝર શેરો તરીકે જોવામાં આવ્યા હતા. આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેંકમાં વેચવાલી જોવા મળી હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરનો ભાગ મહિન્દ્રા ટ્રેક્ટર્સે તેના ડીલર્સ માટે ચેનલ ફાઇનાન્સ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પંજાબ નેશનલ બેંક (Pnb) સાથે સમજૂતીપત્ર (Mou) પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે.