કોલસા મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23ની તુલનામાં ચાલુ નાણાકીય વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં 12 ટકાનો વધારો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં કોલસાનું ઉત્પાદન 12 ટકા વધીને 9.66 કરોડ ટન થયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 8.63 કરોડ ટન હતું. ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી કોલસાની કુલ સપ્લાયમાં 11 ટકાનો વધારો થયો છે.