વ્હાઇટ હાઉસે શુક્રવારે આ મામલે એક નિવેદન બહાર પાડ્યું હતું. જોકે, તેમાં ચીનનો કોઈ ઉલ્લેખ નહોતો. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડમ હોજે કહ્યું હતું કે- 'સરકાર અમેરિકાના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રેલ, વોટર સિસ્ટમ, એવિએશનને રોક્યા વિના બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.'