આઈપીએલના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે. બોલિવૂડનો 'કિંગ ખાન' ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં પણ સ્ટેડિયમમાં સિગારેટ પીતા ઝડપાયો હતો, ત્યારબાદ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફ સાથેની લડાઈને કારણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. . .