P&G શિક્ષાનો પ્રોજેક્ટ પ્રગતિ ડિજીટલ અપસ્કિલિંગ મારફતે ડીજટલ ઇન્ક્લુઝન અને સશક્તિકરણને આગળ ધપાવી રહ્યો છે
જિલેટ, ઓરલ-બી, વ્હીસ્પર વગેરે બ્રાન્ડની ઉત્પાદક પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G ઇન્ડિયા)એ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પહેલા માહિતી આપી છે કે તે એક્સક્લુસિવ ડિજીટલ અપસ્કિલિંગ પહેલ ‘પ્રોજેક્ટ પ્રગતિ’ દ્વારા હાંસિયામાં ધકેલાઇ ગયેલી મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને તેના અગ્રણી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલિટી (CSR) પ્રોગ્રામ
P&G શિક્ષા દ્વારા અપસ્કીલ કરી રહી છે.
જિલેટ, ઓરલ-બી, વ્હીસ્પર વગેરે બ્રાન્ડની ઉત્પાદક પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G ઇન્ડિયા)એ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પહેલા માહિતી આપી છે કે તે એક્સક્લુસિવ ડિજીટલ અપસ્કિલિંગ પહેલ ‘પ્રોજેક્ટ પ્રગતિ’ દ્વારા હાંસિયામાં ધકેલાઇ ગયેલી મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને તેના અગ્રણી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલિટી (CSR) પ્રોગ્રામ P&G શિક્ષા દ્વારા અપસ્કીલ (વધુ કૌશલ્યથી સજ્જ કરવા) કરી રહી છે.
નેશનલ ફેમિલી સર્વે (NFHS) (2020-21)ના અનુસાર ભારતમાં શહેરી પ્રદેશોમાં વસતી 70 ટકા મહિલાઓએ ગ્રામિણ વિસ્તારની 49.6 ટકા મહિલાઓની તુલનામાં 70 ટકા જેટલો ઇન્ટરનેટનો વપરાશ કર્યો છે. આ બાબત મહિલાઓમાં ડિજીટલ સાક્ષરતા વિશે સંપૂર્ણ જાતિ અંતર દર્શાવે છે, આવુ મહાનગરો સામે ગ્રામ્ય પ્રદેશોમાં વધુ નોંધપાત્ર છે. તેની સાથે તાલ મિલાવતા આ પહેલને પ્રથમ ઇન્ફોટેક અને હમસફર ટ્રસ્ટના સહયોગમાં રજૂ કરવામાં આવી છે, જેનો હેતુ હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયમાં રોજગારલક્ષીતામાં વધારો કરવામાં મદદ કરવાનો અને જે ટેકનોલોજીના યુગમાં અગત્યના બની ગયા છે, તેવા મહત્ત્વના ડિજીટલ કૌશલ્યોથી તેમને સ્વ-નિર્ભર ભવિષ્ય માટે સુસજ્જ કરવાનો છે. પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ પ્રોગ્રામે 600થી વધુ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સ પર અસર કરી છે, જે P&Gની કંપનીની અંદર તથા બહાર એમ બન્ને સ્થળે દરેક માટે ઇક્વિટી અને ઇન્ક્લુસિવીટીને અપનાવે તેવા વિશ્વનું સર્જન કરવાની પ્રતિબદ્ધતાનું નિરૂપણ કરે છે.
વધુમાં, કંપનીના CSR પ્રયત્નોમાં વધારો કરતા તેના કર્મચારીઓ પણ તેઓ જે ક્ષેત્રમાં કામ કરે છે તેમાં સ્વયંસેવકો તરીકે અને સમુદાય માટે ડિજીટલ અપસ્કિલિંગ તાલીમમાં વધારો કર્યો છે જેથી તેમની રોજગીરીની તકો અને સામાજિક-આર્થિક સશક્તિકરણ પર નોંધપાત્ર અસરનું સર્જન કરી શકાય. તેના સહિત પ્રોજેક્ટ પ્રગતિએ 1 લાખ વધુ વ્યક્તિ પર અસર કરી છે જેમાં શાળાની કન્યાઓ, આઇટીઆઇ કોલેજોના સ્નાતક વિદ્યાર્થીઓ, હાંસિયામાં ધકેલાયેલ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામ વિવિધ કોર્સીસમાં કૌશલ્ય આધારિત સર્ટિફિકેશન ઓફર કરવા માટે બાહ્ય ભાગીદારો સાથે પણ સહયોગ સાધે છે, જે તેની પહોંચ અને અસરને નોધપત્ર રીતે વિસ્તૃત બનાવે છે.
P&G ઇડિયાએ તાજેતરમાં જ STEM ક્ષેત્રોમાં ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝનમાં વધારો કરવાના હેતુથી પ્રોજેક્ટ પ્રગતિના ભાગરૂપે એનજીઓ ભાગીદારો અને કર્મચારી સ્વયંસેવકો સાથે મળીને 5 વર્ષથી ઓછા સમયગાળામાં ઓછી વંચિત 5 લાખ મહિલાઓને ડિજીટલ અપસ્ક્લીંગ તકો પૂરી પાડવા માટે તેની પ્રતિબદ્ધતાની પણ ઘોષણા કરી છે.
P&G ઇન્ડિયાના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર એલવી વૈદ્યનાથનએ આ પ્રસંગે બોલતા જણાવ્યુ હતુ કે,“ P&G, ખાતે સમાનતા અ ઇનક્લુઝન એ એક માર્ગદર્શક બળ છે જે અમને સમાન આવતીકાલનું સર્જન કરવા તરફેના અમારા હેતુને આગળ ધપાવવામાં મદદ કરે છે. પ્રોજેક્ટ પ્રગતિ આ માન્યતામાંથી ઉદભવ્યો છે અને ડિજીટલ સાક્ષરતા વચ્ચેના અંતરમાં સેતુ પૂરો પાડવા અને જરૂરિયાત ધરાવતા સીમાંત સમુદાયોને સમય સાથે અગત્યની બનતી જતી આવશ્યક ડિજીટલ કુશળતાઓ પૂરી પાડીને તેમની સંપૂર્ણ સંભાવનાઓ સાથે જીવવાની તક પૂરી પાડે છે. અમારા જે કર્મચારીઓ અમે જેમાં સેવા આપીએ છીએ તેવા સમુદાયોમાં સકારાત્મક પરિવર્તન લાવવા વૃદ્ધિના બળ અને સારાપણના બળ તરીકે સ્વયંસેવકો તરીકે સેવા આપે છે તેમની પર મને ગર્વ છે.”
પ્રોજેક્ટ પ્રગતિ એ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની મહિલાઓને ઉન્નત બનાવવા માટે પાયલોટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો, જો કે તે આગળ વિકસ્યો અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને હમસફર ટ્રસ્ટ સાથે મળીને ‘પ્રગતિ ફોર પ્રાઈડ’ના ભાગરૂપે ટ્રાન્સજેન્ડર સમુદાય સુધી પણ વિસ્તર્યો છે. સશક્તિકરણ પરના મજબૂત ફોકસ સાથે, આ વિસ્તરણનો હેતુ આવશ્યક ડિજિટલ કૌશલ્યો પ્રદાન કરવાનો છે જે વ્યક્તિઓને આત્મવિશ્વાસ સાથે સમકાલીન જોબ માર્કેટમાં નેવિગેટ કરવામાં મદદ કરશે. વધુમાં, P&G ઈન્ડિયાએ હમસફર ટ્રસ્ટ સાથે ‘સક્ષમ’ માટે પણ ભાગીદારી કરી છે- જે અપસ્કિલિંગ પ્રોગ્રામમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે તેમજ LGBTQ+ સમુદાયના ઓછા વંચિત પૃષ્ઠભૂમિના અથવા ગેરવાજબી જીવનના અનુભવોનો સામનો કરનારા અન્ય લોકો માટે એક વિશિષ્ટ જોબ ફેર છે.
અપસ્કિલિંગ પ્રોગ્રામમાં મૂળભૂત મોડ્યુલ્સ જેવા કે ડિજિટલ પેમેન્ટ્સ અને ઈ-મેલની મૂળભૂત બાબતો, તેમજ MS Office Suite અને વધુ જેવા મધ્યવર્તી મોડ્યુલોનો સમાવેશ થાય છે, જે લાભાર્થીઓને આવશ્યક કૌશલ્યો શીખવામાં મદદ કરે છે જે તેમના પર ઊંડી અસર કરી શકે છે કારણ કે તેઓ જરૂરી જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરે છે. આજના વધતા જતા ડિજિટલ વિશ્વમાં વિકસવા માટે. તેનો હેતુ રોજગાર ક્ષમતામાં વધારો કરીને, ઉદ્યોગસાહસિકતા માટેના દરવાજા ખોલીને અને સામાજિક ગતિશીલતા માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરીને નાણાકીય ઇન્ક્લુઝનને વેગ આપવાનો છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.