એલ્વિશ યાદવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર છે કે એલ્વિશ યાદવને ગ્રેટર નોઈડા ગૌતમ બુદ્ધ નગર જિલ્લા અદાલતે જામીન આપી દીધા છે. એલ્વિશ યાદવને સાપના ઝેરના કેસમાં જામીન મળી ગયા છે. યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની સાપના ઝેરની ખરીદી અને વેચાણના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે NDPSની નીચલી કોર્ટમાં તેની જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે ધરપકડના 5 દિવસ બાદ એલ્વિશ યાદવ બક્સર જેલમાંથી બહાર આવ્યો છે. આ સમાચાર બાદ એલ્વિશ આર્મીમાં ખુશીની લહેર છે. નોઈડા પોલીસે એલ્વિસ યાદવને NDPS એક્ટ અને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન હેઠળ જેલમાં મોકલી આપ્યો હતો.
એલ્વિશ યાદવને જામીન મળી ગયા
એલ્વિશ યાદવ સાપના ઝેરની દાણચોરીના કેસમાં છેલ્લા 5 દિવસથી ગૌતમ બુદ્ધ નગરની બક્સર જેલમાં બંધ હતો. 17 માર્ચે, એલ્વિશને અન્ય પાંચ લોકો સાથે પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં, પોલીસે બેન્ક્વેટ હોલમાં દરોડો પાડીને 4 સાપ ચાર્મર્સ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી અને 9 સાપ અને તેમના ઝેર જપ્ત કર્યા હતા. એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીઓ માટે સાપના ઝેરની વ્યવસ્થા કરવાનો આરોપ છે અને તેના વીડિયો શૂટ માટે પણ સાપનો ઉપયોગ કર્યો હતો.


